Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

મુસ્‍લિમ બહુમતી હોય ત્‍યારે હિંદુઓ અસુરક્ષિત અનુભવે છે : શરદ પવાર

પવારે દેશમાં ઉભી થયેલી સાંપ્રદાયિક સ્‍થિતિ પર પણ ગંભીર ચિંતા વ્‍યક્‍ત કરી ભાજપ કાશ્‍મીરી પંડિતો પર હુમલાની જવાબદારીથી ભાગી શકે નહીં : હિંદુ-મુસ્‍લિમ વચ્‍ચે તિરાડ સર્જાઈ રહી છે

મુંબઇ તા. ૧૧ : એનસીપી ચીફ શરદ પવારે ફિલ્‍મ ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ'ને લઈને ફરી એકવાર કેન્‍દ્ર સરકાર પર નિશાન સાધ્‍યું છે. તેણે કહ્યું કે એક વ્‍યક્‍તિએ હિંદુઓ પર થતા અત્‍યાચારને દર્શાવતી ફિલ્‍મ (ધ કાશ્‍મીર ફાઇલ્‍સ) બનાવી છે. આ દર્શાવે છે કે બહુમતી હંમેશા લઘુમતી પર હુમલો કરે છે અને જયારે બહુમતી મુસ્‍લિમ હોય ત્‍યારે હિન્‍દુ સમુદાય સંવેદનશીલ બને છે. પવારે કહ્યું, ‘તે દુર્ભાગ્‍યપૂર્ણ છે કે સત્તામાં રહેલા લોકોએ આ ફિલ્‍મને પ્રમોટ કરી છે.'

ધ કાશ્‍મીર ફાઈલ્‍સનો ઉલ્લેખ કરતા પવારે આરોપ લગાવ્‍યો કે ધાર્મિક આધાર પર સમાજમાં તિરાડ ઊભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમરાવતીમાં પાર્ટી સમર્થકોને સંબોધતા તેમણે કહ્યું, ‘ફિલ્‍મમાં દર્શાવવામાં આવ્‍યું છે કે કેવી રીતે હિંદુઓને હેરાન કરવામાં આવ્‍યા હતા. જયારે પણ નાના સમુદાયને કોઈ સમસ્‍યાનો સામનો કરવો પડે છે, ત્‍યારે બહુમતી સમુદાય તેમના પર કેવી રીતે હુમલો કરે છે. જો તમે મુસ્‍લિમ હોવ તો હિન્‍દુ સમુદાયમાં અસુરક્ષાની લાગણી છે. આ અસુરક્ષા ઉભી કરવાનું સુનિયોજિત કાવતરૂ છે.'

એનસીપીના વડાએ દેશમાં ઉભી થયેલી સાંપ્રદાયિક પરિસ્‍થિતિ અંગે પણ ગંભીર ચિંતા વ્‍યક્‍ત કરી હતી. તેમણે કહ્યું કે ભાજપ કાશ્‍મીરી પંડિતો પર હુમલાની જવાબદારીથી ભાગી શકે નહીં. હિંદુઓ અને મુસ્‍લિમો વચ્‍ચે તિરાડ ઊભી થઈ રહી છે જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આથી સમાજના તમામ વર્ગોના હિતોની રક્ષા કરવામાં માનનારાઓએ સાથે આવવું જોઈએ. ફઘ્‍ભ્‍ જાતિ અને ધર્મના આધારે લોકોને વિભાજિત કરવાનો પ્રયાસ કરનારાઓ સામે લડવા તૈયાર છે.

પવારે કહ્યું કે અમુક વર્તુળોમાં હિંદુઓ અને મુસ્‍લિમો, દલિતો અને બિન-દલિતો વચ્‍ચે તિરાડ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપણે તેની તપાસ કરવી જોઈએ. તેમણે કહ્યું કે રાજયમાં સત્તા પ્‍સ્‍ખ્‍ના હાથમાં છે, પરંતુ પરિસ્‍થિતિ સરળ નથી. જેઓ સત્તાથી દૂર રહ્યા છે તેઓ તેને કબજે કરવા તલપાપડ છે. તેઓ કેન્‍દ્રના હાથમાં રહેલી સત્તાનો ઉપયોગ કરીને રાજયમાં સરકારને અસ્‍થિર કરવા તૈયાર છે.

(11:28 am IST)