Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

લખનૌમાં ૧૦ મે સુધી કલમ ૧૪૪ લગાડાઇઃ અન્‍ય પ્રતિબંધો પણ લદાયા

સભા-સરઘસ તથા સરકારી કચેરીઓ સિવાય ડ્રોનથી શુટીંગ માટે પરવાનગી જરૂરી

લખનૌ,તા. ૧૧ : આંબેડકર જયંતિ, ગુડફ્રાઇડે, રમઝાન અને ઇદના કારણે રાજધાની લખનૌમાં ૯ એપ્રિલથી ૧૦ મે સુધી કલમ ૧૪૪ લગાડવામાં આવી છે. સાથે જ કેટલીક પ્રતિબંધો પણ લગાડવામાં આવ્‍યા છે. જેમાં વિધાનસભા આસપાસ ટ્રેકટર ટ્રોલી, ઘોડાગાડી અને જ્‍વલનશીલ પદાર્થ અને ધરણા-પ્રદર્શન ઉપર પણ પ્રતિબંધ લગાડાયો છે. વિધાનસભાની સાથે સરકારી કચેરીઓ, આસપાસ ડ્રોનથી  શુટીંગની મનાઇ ફરમાવામાં આવી છે. રાત્રે ૧૦ થી સવાર. ૬ સુધી લાઉડ સ્‍પીકરના ઉપયોગ ઉપર પણ રોક છે.

 

(2:40 pm IST)