Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ક્રૂડ ઓઈલ ૨૪% સસ્‍તું થયુ

પેટ્રોલ-ડીઝલમાં રાહતની શકયતા : ભાવવધારાથી લોકોમાં હાહાકાર મચી ગયો છે

મુંબઇ, તા.૧૧: ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની સાથે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ઘ્‍ફઞ્‍ના ભાવમાં એટલો વધારો થયો કે નાગરિકોમાં હાહાકાર મચી ગયો છે. તમામ ક્ષેત્રે મોંઘવારીનો માર સહન કરતા લોકો માટે હવે એક રાહત સમાન સમાચાર છે. ક્રૂડ ઓઈલનો ભાવ કેટલાક સમયથી સતત ઘટી રહ્યો છે અને ટોચ પરથી લગભગ ૨૪ ટકા નીચે આવી ગયો છે. તેના કારણે રોજેરોજ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવમાં રાહત મળશે.

એક સમયે ક્રૂડનો ભાવ બેરલ દીઠ ૧૩૦ ડોલરની ઉપર જતો રહ્યો હતો જે હવે દ્યટીને ૧૦૦ ડોલરથી પણ નીચે આવી ગયો છે. તેના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ભાવવધારાને બ્રેક મારે તેવી શક્‍યતા છે. સૂત્રોએ જણાવ્‍યું કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની અંડર રિકવરી દ્યટી છે.

એક અધિકારીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની એક મર્યાદા હતી. જે કરવાનું હતું તે થઈ ગયું છે. હવે વધુ ભાવવધારાની શક્‍યતા નથી. બજાર અત્‍યારે વોલેટાઈલ છે અને ડોલર કઈ દિશામાં જશે તે નક્કી નથી.

૭ એપ્રિલે ભારત માટે ક્રૂડ ઓઈલનો ભાવ ૯૭.૫૯ ડોલર પ્રતિ બેરલ થયા બાદ તે દિવસથી જ પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો અટકાવી દેવાયો હતો. માર્ચના મધ્‍યમાં ભાવ ૧૩૦ ડોલરે હતો જે લગભગ ૨૪ ટકા ઘટ્‍યો છે. છેલ્લે ૬ એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૮૦ પૈસાનો વધારો કરવામાં આવ્‍યો હતો. ૧૬ દિવસની અંદર કુલ ૧૪ વખત ઇંધણના ભાવ વધ્‍યા જેના કારણે લિટર દીઠ લગભગ ૧૦ રૂપિયાનો ભાવવધારો થયો હતો.

(4:07 pm IST)