Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

સાવધાન ! દિલ્‍હીમાં ૨૬% તો હરિયાણામાં ૫૦ ટકા વિકલી કેસ વધ્‍યા

ડરાવી રહી છે કોરોનાની ગતિ : દિલ્‍હીમાં જયાં સાપ્તાહિક કેસમાં ૨૬ ટકાનો તો હરિયાણામાં ૫૦ ટકાનો વધારો જોવા મળ્‍યો છે

નવી દિલ્‍હી, તા.૧૧: દેશમાં ભલે જ સાપ્તાહિક કોરોના કેસમાં ઘટાડો નોંધાયો હોય. પણ દિલ્‍હી-હરિયાણામાં તેની રફતાર વધતી જઇ રહી છે. દિલ્‍હી અને હરિયાણામાં જે ગતીએ કેસ વધી રહ્યાં છે. તેનાંથી ચોથી લહેરનો ડર ફરી વધી રહ્યો છે. દિલ્‍હીમાં ગત કેટલાંક દિવસોથી કોરોનાનાં કેસમાં ઉછાળો નજર આવી રહ્યો છે. રાજધાનીમાં કોરોનાનો દૈનિક આંકડો દોઢસોની નજીક પહોંચી ગયો છે. આ રીતે જો દિલ્‍હીમાં જયાં સાપ્તાહિક કેસમાં ૨૬ ટકાનો તો હરિયાણામાં ૫૦ ટકાનો વધારો જોવા મળ્‍યો છે. દિલ્‍હીમાં રવિવારે જયાં ૧૪૧ નવાં કેસ નોંધાયા છે ત્‍યાં એક દર્દીનું મોત થયું છે.

ડેટા અનુસાર, દિલ્‍હીમાં એક સપ્તાહ દરમિયાન નવા કેસોમાં ૨૬% નો વધારો નોંધાયો છે. ત્રીજી તરંગની ટોચથી ચેપમાં થયેલા ઘટાડાથી વિપરીત, રાજધાનીમાં છેલ્લા સાત દિવસમાં ૭૫૧ થી ૯૪૩ નવા કેસ નોંધાયા છે. ટેસ્‍ટની સંખ્‍યા ઘટવાની સાથે, છેલ્લા દ્યણા દિવસોથી દિલ્‍હીમાં સકારાત્‍મકતા દર ૧ ટકાથી ઉપર નોંધાઈ રહ્યો છે.

દિલ્‍હીની જેમ હરિયાણાની પણ આવી જ હાલત છે. અહીં પણ કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્‍યો છે. પડોશી હરિયાણામાં સપ્તાહ દરમિયાન કેસોમાં વધારો નોંધાયો છે. કોરોના વાયરસના નવા ચેપ ગયા સપ્તાહે ૩૪૪ થી લગભગ ૫૦% વધીને ૫૧૪ થયા છે. જણાવી દઈએ કે ૧૩ જાન્‍યુઆરીએ દિલ્‍હીમાં કોરોના વાયરસના રેકોર્ડ ૨૮૮૬૭ કેસ નોંધાયા હતા, ત્‍યારબાદ કેસની સંખ્‍યામાં દ્યટાડો થયો હતો. ૧૪ જાન્‍યુઆરીએ દિલ્‍હીમાં ચેપનો દર ૩૦.૬ ટકા નોંધાયો હતો. દિલ્‍હીમાં રવિવારે કોરોનાની તપાસ માટે ૬૧૧૪ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા જેમાં ૧.૩૪ ટકા દર્દીઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્‍યું હતું.

ભારતમાં એક દિવસમાં કોવિડ-૧૯નું ૧,૦૫૪ નવા કેસ નોંધાયા બાદ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્‍યા અત્‍યાર સુધીમાં વધીને ૪,૩૦,૩૫,૨૭૧ થઈ ગઈ છે, જયારે ૨૯ વધુ લોકોનાં મોતની સાથે મૃતકો ૫, ૨૧,૬૮૫ સુધી પહોંચી ગયા છે. ડેટા અનુસાર, દૈનિક ચેપ દર ૦.૨૫ ટકા છે અને સાપ્તાહિક ચેપ દર ૦.૨૩ ટકા છે. દેશમાં અત્‍યાર સુધીમાં કુલ ૪,૨૫,૦૨,૪૫૪ લોકો સંક્રમણ મુક્‍ત થયા છે.

(4:08 pm IST)