Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ભારતમાં કોરોનની ચોથી લહેરના મંડાણ? : અનેક રાજ્યોમાં ફરી કોરોના નાં નવા કેસ વધવા લાગ્યા : દેશમાં કોરોનાની ચોથી લહેરની આગાહીઓ વચ્ચે યુ.પી. નાં નોઈડાની એક સ્કૂલમાં થયો કોરોના વિસ્ફોટ : 13 વિદ્યાર્થી, 3 ટીચર સહિત 16 લોકો ચડ્યા કોરોનાની ઝપટે

નોઈડા : છેલ્લા થોડા દિવસોથી દેશનાં અનેક રાજ્યોમાં કોરોના નાં નવા કેસ વધવા લાગ્યા છે. આ સાથે ઉત્તર પ્રદેશનાં નોઈડાની પબ્લિક ખેતાન સ્કૂલમાં જે બન્યું તે દેશ માં કોરોનાની ચોથી લહેરનો શરૂ થયાનો સંકેત હોય શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણની ગતિ ખૂબ જ ધીમી પડી હતી, પરંતુ હવે ફરી એકવાર નોઈડામાં સંક્રમણની ગતિ વધી રહી છે.

નોઈડામાં પણ શાળા ખુલવાની સાથે જ કોરોનાના કેસ વધવાના સમાચાર છે. સોમવારે સેક્ટર-40ની ખેતાન પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 16 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હાલમાં સ્કૂલ મેનેજમેન્ટે સ્કૂલ બંધ કરી દીધી છે. જિલ્લા આરોગ્ય વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે.

કોરોનાના કેસો ઘટ્યા બાદ જ તમામ શાળાઓ ખોલવામાં આવી હતી. તમામ વર્ગના બાળકો અભ્યાસ માટે શાળાએ પહોંચી રહ્યા હતા, આવી સ્થિતિમાં ખેતાન પબ્લિક સ્કૂલમાં એકસાથે ચેપના 16 કેસ સામે આવતાં ખતરાની ઘંટડી વાગી છે. શાળાએ મુખ્ય તબીબી અધિકારીની ઓફિસને એક પત્ર મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમની શાળાના લગભગ 13 બાળકો અને 3 શિક્ષકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

(7:31 pm IST)