Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

અંતરિક્ષમાં નવો રેકોર્ડ: ખાનગી અવકાશયાત્રીઓ ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન પહોંચ્યા

ખાનગી અવકાશયાત્રીઓ સ્પેશ એકસ રોકેટ દ્વારા ૨૦ કલાકમાં આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશનમાં પહોંચી ગયા : નાસા નો સહયોગ

અંતરિક્ષમાં નવો રેકોર્ડ સ્થાપિત થયો છે ખાનગી અવકાશયાત્રીકો સ્પેસએક્સ રોકેટની મદદથી ૨૦ કલાકમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગયા છે

સ્પેસએક્સ રોકેટ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન તરફ રવાના થયું હતું અને આશરે 20 કલાકની ઉડાન પૂર્ણ કરીને શનિવારે તે ISS પહોંચી ગયું હતું. આ યાત્રામાં તમામ ખાનગી અંતરિક્ષ યાત્રીઓ છે. આ મિશનને નાસાનો સહયોગ મળ્યો છે.

SpaceX અત્યાર સુધી રોકેટ્સની મદદથી સેટેલાઈટ્સને અંતરિક્ષમાં મોકલતું હતું. પહેલી વખત અંતરિક્ષ યાત્રીઓને મોકલીને તેણે ઈતિહાસ સર્જ્યો છે. એક્ઝિઓમ સ્પેસ-1 મિશનને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ ઘટનાના વેબકાસ્ટ પ્રમાણે SpaceX લોન્ચ વેહીકલ 25 ફ્લોર લાંબુ છે જેને લાઈવ વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું. તેમાં 2 સ્ટેજનું ફાલ્કન 9 રોકેટ પણ સામેલ છે. તેના ઉપર ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ છે. ક્રૂ કમ્પાર્ટમેન્ટની અંદર લાગેલા કેમેરાએ રોકેટ અંતરિક્ષ તરફ આગળ વધ્યું તેની થોડીક ક્ષણો પહેલા કેબિનમાં ચારેય યાત્રીઓના ફુટેજ બતાવ્યા હતા. તેઓ ફ્લાઈટ સૂટમાં આરામથી બેઠેલા જણાઈ રહ્યા હતા.

 

યાત્રીઓને સ્પેસ સ્ટેશન લઈને જઈ રહેલું મિશન Axiomએ SpaceX અને NASAની પાર્ટનરશિપમાં મોકલવામાં આવ્યું છે. અત્યાર સુધી અંતરિક્ષ યાત્રીઓને મોકલવા માટે અલગ અલગ દેશની સરકારો કામ કરતી આવી છે. પ્રાઈવેટ કંપનીઓને આવા મિશનનો હિસ્સો નથી બનાવવામાં આવી. જોકે હવે SpaceX અને Axiom સાથેની NASAની ભાગીદારીએ કોમર્શિયલ સ્પેસ મિશન્સની શરૂઆત કરી દીધી છે.

(8:08 pm IST)