Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

શાહબાઝ શરીફ ૧૭૪ સાંસદોના સમર્થન સાથે પાક.ના નવા વડાપ્રધાન

અંતે પાકિસ્તાનમાં રાજકીય અરાજકતા વચ્ચે નવા વડાપ્રધાન ચૂંટાયા ઃ ઈમરાન ખાનની પાર્ટીએ ગૃહનો બહિષ્કાર કરતા શરીફ સામે શાહ મહેમૂદ કુરૈશીને એક પણ મત ન મળ્યો, શાહબાઝ પણ કાશ્મીરનો મુદ્દો નહીં છોડે

ઈસ્લામાબાદ, તા.૧૧ ઃ પીએમએલ-એનના વડા શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે. સંસદમાં મતદાન પહેલાં, ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના તમામ સાંસદોએ રાજીનામાની જાહેરાત કરીને ગૃહનો બહિષ્કાર કર્યો હતો. શનિવારે મોડી રાત્રે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા બાદ દેશના નવા વડાપ્રધાનને લઈને અટકળોનું બજાર ગરમ હતું. ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવમાં વિપક્ષે ૧૭૪ સાંસદોનું સમર્થન મેળવ્યું હતું. સોમવારે નવા પીએમ માટેની ચૂંટણીમાં વિપક્ષના ચહેરા તરીકે શાહબાઝ શરીફનું નામ લગભગ નિશ્ચિત હતું. તે જ સમયે, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી તરફથી શાહ મહેમૂદ કુરૈશીનું નામ પણ વડાપ્રધાનની રેસમાં જણાવવામાં આવી રહ્યું હતું.  અંતે પીએમએલ-એનના વડા શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં થયેલા વોટિંગ દરમિયાન શાહબાઝને ૧૭૪ વોટ મળ્યા હતા. તે જ સમયે, વિપક્ષના ઉમેદવાર શાહ મહેમૂદ કુરેશીને એક પણ વોટ મળ્યો નથી. વોટિંગ પહેલા ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ તમામ સાંસદોના રાજીનામાની જાહેરાત કરતા ગૃહનો બહિષ્કાર કર્યો હતો. આ દરમિયાન નેશનલ એસેમ્બલીની અધ્યક્ષતા અયાઝ સાદિક દ્વારા કરવામાં આવી હતી.

પાકિસ્તાનની સંસદમાં નવા વડાપ્રધાન માટે મતદાન થયું હતું. શાહબાઝ શરીફ સંયુક્ત વિરોધ પક્ષના ઉમેદવાર હતા, જ્યારે ઈમરાનની પાર્ટીએ શાહ મહેમૂદ કુરેશીને મેદાનમાં ઉતાર્યા હતા. વોટિંગ પહેલા ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના તમામ સાંસદોએ રાજીનામાની જાહેરાત કરીને ગૃહનો બહિષ્કાર કર્યો છે. આવી સ્થિતિમાં શાહબાઝ શરીફની વડાપ્રધાન પદ માટે ચૂંટણી નિશ્ચિત માનવામાં આવી રહી હતી જ.

પાકિસ્તાનના નવા વડાપ્રધાન માટે સંસદમાં મતદાન પહેલા ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સાંસદોએ બહિષ્કાર કર્યો છે. પીટીઆઈના તમામ સાંસદ મતદાન પહેલા સંસદમાંથી નીકળી ગયા હતા. પીટીઆઈ વતી ગૃહને સંબોધતા શાહ મહેમૂદ કુરેશીએ પોતાના સાંસદોના રાજીનામાની જાહેરાત કરી હતી.

'અમે ભારત સાથે શાંતિ ઈચ્છીએ છીએ, જે કાશ્મીર વિવાદના ઉકેલ સુધી શક્ય નથી...' આ નિવેદન પાકિસ્તાનના પીએમ ઇન વેઇટિંગ શાહબાઝ શરીફનું છે. તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન બનતા પહેલા જ ભારત અંગે પોતાનું વલણ વ્યક્ત કરી ચૂક્યા છે. પાકિસ્તાની સંસદની બેઠક યોજાઈ છે, જ્યાં સંયુક્ત વિપક્ષ દ્વારા તેમને દેશના નવા વડાપ્રધાન તરીકે પસંદ કર્યા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનના બાકીના વડાપ્રધાનોની જેમ શાહબાઝ શરીફ પણ કાશ્મીર મુદ્દો છોડવાના નથી. પાકિસ્તાનના નવા વડાપ્રધાનની ચૂંટણી માટે નેશનલ એસેમ્બલીનું સત્ર આજે યોજાયું. સંયુક્ત વિપક્ષે પીએમએલ-એનના નેતા શાહબાઝ શરીફને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તે જ સમયે, ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને મેદાનમાં ઉતાર્યા છે. બંને ઉમેદવારોએ એક દિવસ પહેલા જ ગૃહના અધ્યક્ષ સમક્ષ તેમના પેપર દાખલ કર્યા હતા. જે બાદ આજે બંનેના ઉમેદવારો બહુમત સાબિત કરવાનો પ્રયાસ કર્યો.

(8:56 pm IST)