Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

પાકિસ્‍તાસ્‍તાનની નવા વરાયેલા પ્રધાનમંત્રી શહબાજ શરીફે ભારત વિરોધી નિવેદન આપ્‍યુ : ૬ પરમાણુ વિસ્‍ફોટ કરીને ભારને ઘૂંટણીયે પાડી દીધુ હોવાની ડીંગો હાંકી

કાશ્‍મીર મુદ્દાના ઉકેલને પ્રાથમિકતા આપવાની નેમ હોવાનું જણાવ્‍યું

નવી દિલ્‍હી : પાકિસ્તાનના નવા વરાયેલા પ્રધાનમંત્રી શહબાઝ શરીફે પીએમ બન્યાના થોડા કલાક બાદ ભારત વિરોધી નિવેદન આપ્યું છે.

તેમણે મોટી મોટી ડીંગો હાંકી છે. શરીફે કહ્યું કે અમે 6 પરમાણુ વિસ્ફોટ કરીને ભારતને ઘૂંટણીયે પાડી દીધું હતું. જોકે તેમનું આ નિવેદન અતિ હોવાનું રાજકીય નિષ્ણાંતો જણાવી રહ્યાં છે.

ભારત સાથે મધૂર સંબંધો વિકસાવવા આતુર પણ પહેલા કાશ્મીર મુદ્દાનો ઉકેલ
આ પહેલાના નિવેદનમાં શહબાઝ શરીફે એવું જણાવ્યું હતું કે તેઓ ભારત સાથે સારા સંબંધો વિકસાવવા આતુર છે પરંતુ કાશ્મીર મુદ્દાનો ઉકેલ ન આવે ત્યાં સુધી આવું ન થઈ શકે.

(10:06 pm IST)