Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

સ્‍વદેશી ટેકનોલોજી ફિનટેક ગામડાના રહેવાસીઓની મદદે આવી : ડોર સ્‍ટેપ બેકીંગની સુવિધા લોન્‍ચ કરવામાં આવી

ભારતમાં ૧૦૦ થી વધુ મોબાઇલ બેકીંગવેન કામ કરવા લાગી છે.

શહેરમાં જેટલી સરળતાથી ATMમાં જઈને નાણા ઉપાડી શકાય એટલી સરળતાથી ગામડામાં પૈસા ઉપાડી શકાતા નથી. બીજી તરફ નેટવર્કના પ્રશ્નો થતા હોવાથી દરેક ગામડામાં મોબાઈલ એપ દ્વારા પણ ટ્રાન્ઝેક્શન કરી શકાતા નથી. એટલે સ્વદેશી ફાઈનાન્સિયલ ટેકનોલોજી (ફિનટેક) એપ્લિકેશન xpay life દ્વારા ડોર સ્ટેપ બેન્કિંગની સુવિધા લોન્ચ કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત આખા ભારતમાં 100થી વધારે મોબાઈલ બેન્કિંગ વેન કામ કરવા લાગી છે અને આગામી દિવસોમાં વધારે સેંકડો વાન ઉમેરાશે.

આમ તો શહેરી વિસ્તારમાં કેટલીક બેન્કો પોતાના હરતાં-ફરતાં એટીએમ કે બેન્કિંગ સવલતોની બસો ચલાવતી હોય છે. પરંતુ ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચતી હોય અને બધી જ બેન્કોની સુવિધા આપતી હોય એવી આ પહેલી મોબાઈલ પેમેન્ટ એપ છે. ટૂંક સમયમા આ એપ પોતાની યુપીઆઈ સર્વિસ પણ શરૃ કરવા જઈ રહી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ સેવા માટે કોઈ પ્રકારનો ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે નહીં. માટે ગ્રાણિક વિસ્તારમાં આ પ્રોજેક્ટ લોકપ્રિય સાબિત થાય એવી ઉજળી શક્યતા છે.

(11:41 pm IST)