Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ઇલેકશન કમિશનર ઓફ ઇન્‍ડીયા દ્વારા વાયર હેલ્‍પલાઇન નામની એપ. તૈયાર કરવામં આવી : ફોર્મ અપે. માં જ ભરી શકાય તેવી સુવિધા અપાય

આ માટે સતાવાર એપ. ડાઉન લોડ કરવી પડશે

મતદાર યાદીમાં સુધારા કરવાના અનેક પ્રસંગો આવતા હોય છે. પરંતુ એ પ્રક્રિયા થોડી લાંબી અને કંટાળાજનક બની રહે છે. સરકારી ઓફિસોમાં ધક્કા ખાવા, વેબસાઈટ પર અપડેટ કર્યા પછી કોઈ જવાબ ન મળવો વગેરે ફરિયાદો ઉભી થાય છે. એટલે હવે ભારતના ચૂંટણી પંચે નવો વિકલ્પ રજૂ કર્યો છે. એ વિકલ્પ છે મોબાઈલ એપનો.

ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ વોટર હેલ્પલાઈન નામની એપ તૈયાર કરી છે. આ એપમાં જ મતદાર યાદીમાં સુધારા વધારા કરવાની સગવડ છે. ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા માટે આપણે ફોર્મ-8 ભરવું પડે છે. એ ફોર્મ અહીં એપમાં જ ભરી શકાય એવી સવલત ઉભી કરી દેવાઈ છે.

માટે સૌથી પહેલા તો આ સત્તાવાર એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપનું નામ વોટર હેલ્પલાઈન છે. શક્ય છે કે પ્લે સ્ટોર પર આવા નામની બીજી એપ્સ પણ હોય, પરંતુ આ એપ ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલી છે એ ખાતરી કરીને તેને ડાઉનલોડ કરી શકાય છે. એ પછી તો મતદાન પત્રક સબંધિત અનેક સેવાઓ આંગળીના ટેરવે મેળવવી અઘરી નથી.
ચૂંટણી પંચ આમ તો પોતાની સત્તાવાર વેબસાઈટ https://voterportal.eci.gov.in/ પર આ બધા સુધારા વધારા કરવાની સગવડ આપે છે. પરંતુ કેટલીક વખત ત્યાં સુધારા સમયસર થતા ન હોવાની ફરિયાદ ઉઠે છે. માટે હવે ચૂંટણી પંચે સમય સાથે કદમ મિલાવીને આ નવો પ્રયોગ કર્યો છે.

લોકો સરનામું ફેરવે, લગ્ન પછી અટક બદલે, કે બીજા કોઈ કારણસર ચૂંટણી કાર્ડમા ફેરફાર કરવાનો થતો હોય છે. એ પ્રક્રિયા સરકારી હોવાથી ખાસ્સી અઘરી અને કંટાળાજનક હતી. હવે તેને સરળ બનાવાઈ છે. કેટલાક યુઝર્સે ટ્વીટર પર લખ્યુ હતું કે પંચની આ કામગીરી ઘણી સરળ છે અને સારી છે.

(11:40 pm IST)