Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ઇસ્‍લામાબાદમાં આવેલ પંજાબ હાઇકોર્ટ પૂર્વ વડાપ્રધાન સહિતના મંત્રીઓ વિરૂધ્‍ધની દેશદ્રોહની ફરીયાદ રદ કરી

એક વિદેશી સત્તાએ પાકિસ્તાનના રાજદૂત દ્વારા એક ધમકીભર્યો પત્ર પાકિસ્તાન સરકારને મોકલવામાં આવ્યો હતો

ઇસ્લામાબાદ : ઇસ્લામાબાદ સ્થિત પંજાબ હાઇકોર્ટે, આજે સોમવારે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમના મંત્રીઓ વિરૂદ્ધની 'દેશદ્રોહ'ની ફરિયાદ ફગાવી દેતા કહ્યું હતું કે, આ ફરિયાદ સ્વીકાર્ય જ બને તેવી નથી.

ઇસ્લામાબાદ સ્થિત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અથર મીનાલ્વારે આ અરજી કરનાર મૌલવી ઇકબાલ હૈદરને રૂ.૧ લાખનો દંડ કર્યો હતો. સાથે અન્ય સજા નિલંબિત રાખી હતી તેમ પાકિસ્તાનનું અગ્રણી અખબાર 'એક્સપ્રેસ ટ્રિબ્યુન' જણાવે છે.

આ સાથે પૂર્વ વડાપ્રધાન અને તેમના સાથી તેવા પૂર્વમંત્રીઓને પણ 'નો ફ્લાય' લિસ્ટમાં મુકવાની અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી. આ ઉપરાંત ઇમરાનખાનની સરકારને ઉથલાવી પાડવા માટેની વિદેશોની સાજીશ સંબંધી થયેલા રાજદ્વારી પત્રવ્યવહારોની પણ તપાસ યોજવા માટેની માગણી પણ અસ્વીકાર્ય ગણી હતી.

આ પૂર્વે તેવા પણ અહેવાલો વહેતા થયા હતા કે જેમાં પૂર્વ વડાપ્રધાન વિદેશ મંત્રાલયને રાજદ્વારી પત્ર પાકિસ્તાનના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપર આવા બંદીયાલને સોંપ્યો હતો જેમાં તેવો દાવો કરવામાં આવ્યો હતો કે એક વિદેશી સત્તાએ પાકિસ્તાનના રાજદૂત દ્વારા એક ધમકીભર્યો પત્ર પાકિસ્તાન સરકારને મોકલવામાં આવ્યો હતો.

આ અંગે ધી એક્સપ્રેસ ટ્રિબ્યુન જણાવે છે કે સંભવતા તે પણ છે કે મુખ્યન્યાયમૂર્તિ કદાચ તે પત્ર વાંચશે પણ નહીં. પત્રમાં તેમ જણાવ્યું હોવાનું કહેવાય છે કે એક અમેરિકી અધિકારીએ એવી ચેતવણી આપી હતી કે, જો ઇમરાનખાન અવિશ્વાસની દરખાસ્તમાં જીતી જશે તો તેના ગંભીર પરિણામો આવશે.

ઇસ્લામાબાદ સ્થિત હાઇકોર્ટમાં શનિવારે એક આપત્તિકાલીન અરજી રજૂ કરવામાં આવી હતી જેમાં વિનંતી કરાઈ હતી કે સેનાના વડા જનરલ, કમર બાજવાને ચીફ ઓફ આર્મી સ્ટાફ પદેથી દૂર કરતા, વડાપ્રધાનને રોકવામાં આવે. પરંતુ તે અંગે સુનાવણી શરૂ થાય તે પહેલાં જ ઇમરાનખાન અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા પદભ્રષ્ટ થયા હતા. પાકિસ્તાનના હજી સુધીના ઇતિહાસમાં અવિશ્વાસની દરખાસ્તને લીધે પદ છોડનારા ઇમરાનખાન સૌથી પહેલાં વડાપ્રધાન બની રહ્યા છે.

(12:08 am IST)