Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

એન્ટી કોવિડ-૧૯ ડ્રગ ફેબીફલુના વેચાણમાં ધરખમ વધારોઃ એપ્રિલમાં ૬૦૦ ટકા ઉછાળોઃ રૂ. ૩૫૨ કરોડની દવા વેચાઈ

ટોપ સેલીંગ ડ્રગ સાબિત થઈઃ એપ્રિલમાં પુરા થતા ૧૨ મહિનામાં આ દવાનું વેચાણ વધીને થયુ રૂ. ૭૬૨ કરોડ

નવી દિલ્હી, તા. ૧૧ :. કોરોના સામેની અસરકારક દવા એવી ફેબીફલુના વેચાણમાં એપ્રિલ મહિનામાં ૬૦૦ ટકાનો વધારો નોંધાયો છે અને તેનુ એપ્રિલ મહિનામાં વેચાણ રૂ. ૩૫૨ કરોડ થયુ હોવાનું જાણવા મળે છે.

કોવિડ-૧૯ની સારવારમાં ઉપયોગમાં લેવાતી એન્ટીવાયરલ ડ્રગ ફેવીપીરાવીરના વેચાણમાં ધરખમ વધારો થયો છે. મુંબઈ સ્થિત ગ્લેનમાર્ક દ્વારા જેનુ માર્કેટીંગ થાય છે તે દવાના વેચાણે નવો વિક્રમ નોંધાવ્યો છે.

એપ્રિલમાં આ દવા ટોપ સેલીંગ દવા બની ગઈ છે. તેણે ઝીનકોવિટ અને પેઈનકિલર ડોલોને પછાડી દીધા છે.

છેલ્લા ૧૨ મહિનામાં ફેબીફલુનુ વેચાણ રૂ. ૭૬૨ કરોડનુ થયુ છે. માર્ચમાં ફેબીફલુનું રૂ. ૪૮.૩ કરોડનું વેચાણ થયુ હતુ ત્યારે ભારતમાં રોજના ૧૫૦૦૦ કેસ આવતા હતા.

ગત જૂનમાં લોન્ચ થયા બાદ મુંબઈ સ્થિત ગ્લેનમાર્કનુ ટર્નઓવર રૂ. ૭૬૨ કરોડનુ થઈ ગયુ છે.

(3:51 pm IST)