Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કોરોનાથી સાજા થયેલા લોકો માટે ખતરો, એક નવો વાયરસ

આ વાયરસ નાકમાં જોવા મળ્યો : ગાઝિયાબાદમાં કોરોનાથી સાજા થઈ ચુકેલા એક દર્દીમાં Herpes Simplex Virusના સંક્રમણનો પ્રથમ કેસ

નવી દિલ્હી, તા. ૧૦ : કોરોના મહામારીની બીજી લહેરે દેશને અનેક ઝટકા આપ્યા છે. લહેરમાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ સામે આવ્યો. જેણે દેશમાં કહેર મચાવી દીધો હતો.

હવે ગાઝિયાબાદ માં કોરોનાથી સાજા થઈ ચુકેલા એક દર્દીમાં (Herpes Simplex Virus)ના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. દર્દીની સારવાર કરી રહેલા ડોક્ટરોનો દાવો છે કે વાયરસના સંક્રમણનો પ્રથમ કેસ છે. ડોક્ટરોનું કહેવું છે કે વાયરસ સૌથી ઘાતક છે અને જલદી તેના પર કાબુ નહીં કરવામાં આવે તો તબાહી મચાવી શકે છે.

ગાઝિયાબાદના ડો. બીપી ત્યાગીએ કહ્યુ કે, તેમની હોસ્પિટલમાં કોરોનાથી સાજો થયેલો એક દર્દી દાખલ થયો છે. દર્દીના નાકમાં વાયરસ (Herpes Simplex Virus) મળ્યો છે. તેમણે કહ્યું કે, ખુબ ખતરનાક વાયરસ છે. જો તેની સારવાર અને નિયંત્રણમાં વિલંબ કરવામાં આવ્યો તો તે કોરોના વાયરસથી પણ ઘાતક હોઈ શકે છે.

ડો. ત્યાગીએ કહ્યુ કે, દર્દીની સાવચેતી સાથે સારવાર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, વાયરસ (Herpes Simplex Virus)ના સંક્રમણની સારવાર ખુબ મોંઘી છે. તેથી તેનો ખર્ચ બધા ઉઠાવી શકે નહીં.

ડોક્ટર ત્યાગીએ કહ્યુ કે, જે લોકો કોરોનાથી સાજા થઈ ચુક્યા છે, તે સાવચેત રહે. સંક્રમણને કારણે તેની ઇમ્યુન સિસ્ટમ પહેલાથી નબળી પડી છે. તેથી તે હાલ ભોજન, આરામ પર ધ્યાન આપે અને હેવી એક્સરસાઇઝ કે ભાગદોડ કરે. આમ કરવાથી તે બીજી બીમારીને આમંત્રણ આપી શકે છે.

જાણકારી પ્રમાણે કોરોનાથી સાજા થયેલા લોકો અન્ય હેલ્થ સંબંધી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. કોઈને કાનમાં સાંભળવામાં સમસ્યા આવી રહી છે તો કોઈના બીપીનું લેવલ વધી ગયું છે. કોઈના શરીરમાં લોહી ગંઠાવાની ફરિયાદ આવી રહી છે. ડોક્ટરોને શંકા છે કે દેશમાં હેલ્થ સાથે જોડાયેલા દુર્લભ મામલા વધવા પાછળ ડેલ્ટા વેરિએન્ટનો હાથ હોઈ શકે છેડોક્ટરો અનુસાર કોવિડથી સાજા થયેલા દર્દીઓ જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય. અથવા તે કોઈ બીમારીથી પીડિત હોય, તો તેમાં હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ(Herpes Simplex Virus) હોવાની આશંકા સૌથી વધુ છે.

(12:00 am IST)
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST

  • ઉત્તર પ્રદેશમાં ઝડપભેર નવા બનાવો આકાર લઇ રહ્યા છે: આનંદીબેનને મળતા આદિત્યનાથ :અત્યારે રાત્રે મળતા અહેવાલો પ્રમાણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલને મળવા ગયા છે. ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળમાં ઝડપભેર મહત્વના ફેરફારો આવી રહ્યાના સ્પષ્ટ નિર્દેશો મળે છે access_time 9:12 pm IST

  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST