Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મંડપમાં ગુટખા ચાવતો હતો વરરાજો : કન્યાએ વિધિ અટકાવી કહ્યું મારે નથી કરવા લગ્ન

દુલ્હને કહ્યું જે છોકરો થોડીવાર માટે પોતાની લત ન છોડી શકે એની સાથે મારે લગ્ન નથી કરવા : છેલ્લે વરરાજો ગુટખા ઘસતો રહી ગયો

બલિયા,તા. ૧૧ : ઘણા કપલનું લગ્નજીવન શરુ થતા પહેલાં જ લગ્નનાં મંડપમાં જ પૂરૃં થઈ જાય છે. મંડપમાં દુલ્હા કે દુલ્હને મેરેજની ચોખ્ખી ના પાડી દીધી હોય તેવા ઘણા કિસ્સા આવતા રહે છે. હાલમાં જ ઉત્ત્।ર પ્રદેશનાં બાલિયા જીલ્લામાં દુલ્હનના નિર્ણયને લીધે લગ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. મંડપમાં દુલ્હો ગુટખા ખાતો આવ્યો હતો, આ જોઇને દુલ્હને તેની સાથે પરણવાની ઘસીને ના પાડી અને જાન ખાલી હાથે પાછી વળી.

મિશરૌલી ગામની દુલ્હન અને ખેજુરી ગામના દુલ્હાનાં લગ્ન શનિવારે થવાના હતા. દુલ્હને જોયું કે તેનો થનારો પતિ દારૂ પીને અને ગુટખા ખાતો ખાતો મંડપ સુધી આવ્યો હતો. આ જોઈને દુલ્હને મંડપમાં જ લગ્ન કરવાની ના પાડી. અનેક કલાક સુધી દુલ્હનને મનાવી પણ તે માની નહીં. અંતે બંને પરિવારે એકબીજાને આપેલી ગિફ્ટ પરત કરીને લગ્ન કેન્સલ કર્યા. ગુટખાને લીધે લગ્ન કેન્સલ થયેલા જોઇને મહેમાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આની પહેલાં પણ ઉત્ત્।ર પ્રદેશમાં અન્ય એક ૨૨ વર્ષીય દુલ્હને લગ્નમાં મંડપમાં વરરાજાનું ખરાબ વર્તન જોઇને તેને મોઢા પર જ લગ્ન કરવાની ના પાડી હતી. વરરાજો વરમાળાની વિધિ પૂરી થયા પછી દુલ્હન અને તેના પરિવારને જબરદસ્તી ડાન્સ કરાવવા માગતો હતો. દુલ્હને તેને ના પાડી તો પણ બળજબરીપૂર્વક તેને ડાન્સ કરવા કહી રહ્યો હતો.

બધા મહેમાનો વચ્ચે આવું વર્તન જોઈને દુલ્હનને ખોટું લાગ્યું અને તેણે લગ્નની ના પાડી. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે બંને પરિવારને શાંત કર્યા અને એકબીજાની ગિફ્ટ પરત આપવા કહ્યું. આ કેસ વિશે પોલીસે કહ્યું, દુલ્હનને પૂરો હક છે કે તેણે કોની સાથે લગ્ન કરવા અને કોની સાથે નહીં? વરરાજાનું વર્તન ના ગમતા યુવતીએ મેરેજની ના પાડી અને બંને પરિવારે એકબીજાને ગિફ્ટ રીટર્ન કરી.

(10:34 am IST)
  • હવે રાજ્યપાલોની ફેરબદલી અને નિમણૂકોનો દોર આવી રહ્યો છે અડધો ડઝન રાજ્યપાલોની નિમણૂકો માટેનો તખ્તો તૈયાર થઈ ગયાનું જાણવા મળે છે. હાલના એકથી બે ગવર્નરોને અન્ય રાજ્યોમાં ફેરવવામાં આવે તેવી પણ શક્યતા આવો ચર્ચાઈ રહી છે.. access_time 8:58 pm IST

  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST

  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST