Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઝડપથી આગેકૂચ : અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા અને કોસ્ટલ કર્ણાટકમાં વરસાદની સંભાવના

નવી દિલ્હી : દેશમાં ઉત્તર ભારતના રાજયોમાં વધતી ગરમીથી પરસેવો નીકળી રહ્યો છે. જ્યાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ રાહતની વાત છે કે દક્ષિણ અને પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. જેના કારણે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 24 કલાકમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

 

હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચનાને કારણે બંગાળ અને ઓરિસ્સા સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.કોંકણ અને ગોવા ઉપરાંત અનેક સ્થળોએ અને પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ અને દરિયાકાંઠે આંધ્રપ્રદેશમાં અલગ- અલગ સ્થળોએ અને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત અંદમાન અને નિકોબાર આઇલેન્ડ, આસામ અને મેઘાલય, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા અને કોસ્ટલ કર્ણાટકમાં વરસાદની સંભાવના છે.

(8:45 pm IST)