Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સુપ્રિમ કોર્ટનો પુત્રીઓના હકને લઇને મહત્વનો ફેંસલો

પિતાની સંપત્તિ ઉપર પુત્રીનો સમાન અધિકાર

૯ સપ્ટેમ્બર ૨૦૦૫ પહેલા પિતાનું મૃત્યુ થયું હોય તો પણ પુત્રી પૈતૃક સંપત્તિમાં હક્કદાર છેઃ હિન્દુ અવિભાજિત પરિવારની પૈતૃક સંપત્તિમાં પુત્રીઓ માટેનો હક્ક કાનુન પુત્ર જેટલો જ

નવી દિલ્હી તા. ૧૧ : સુપ્રીમ કોર્ટે મહિલાઓના હક્કમાં એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે પિતાની સંપત્તિમાં પુત્ર અને પુત્રીનો સમાન હક્ક છે, થોડોક પણ ઓછો નહિ, તેઓએ કહ્યું કે પુત્રીના જન્મની સાથે જ પિતાની સંપત્તિમાં સમાન હકદાર હોય છે. દેશની સુપ્રિમ કોર્ટની ત્રણ જજોની પીઠે આજે સ્પષ્ટ કરી દીધું કે ભલે પિતાનું હિન્દુ ઉત્તરાધિકાર કાયદો ૨૦૦૫ લાગુ કરવામાં આવ્યો છે. અગાઉ પણ કોઇ પિતાનું મૃત્યુ થયું હોય તો પણ પુત્રીઓને પિતાની સંપત્તિમાં પુત્ર કે પુત્ર જેટલો જ બરાબરીનો હક્ક મળશે.

સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વના ચુકાદામાં પુત્રીઓને પણ પિતાની કે પૈતૃક સંપત્તિમાં બરાબર વારસદાર ગણી છે. જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચે આપેલા ચુકાદામાં કહેવાયું છે કે તે ઉત્તરાધિકાર કાયદા ૨૦૦૫માં સંશોધનની વ્યાખ્યા છે.ઙ્ગકોર્ટે પોતાની મહત્વની ટિપ્પણીમાં કહ્યું કે પુત્રીઓ હંમેશા પુત્રી રહે છે. પુત્ર તો બસ લગ્ન સુધી જ પુત્ર રહે છે. એટલે કે ૨૦૦૫માં સંશોધન થયું તે અગાઉ પહેલા પણ કોઈ પિતાનું મૃત્યુ થયું હોય તો પણ પુત્રીઓને પિતાની સંપત્ત્િ।માં પુત્ર કે પુત્ર જેટલો જ બરાબરીનો હક મળશે.ઙ્ગ

સુપ્રીમ કોર્ટે પોતાના આ ચુકાદાથી સ્પષ્ટ કરી દીધુ છે કે ૫ સપ્ટેમ્બર ૨૦૦૫ના રોજ સંસદે અવિભાજય હિન્દુ પરિવારના ઉત્તરાધિકાર અધિનિયમમાં સંશોધન કર્યું છે. તેના દ્વારા પુત્રીઓને પૈતૃક સંપત્તિમાં બરાબરના હકદાર માન્યા હતાં. એવામાં ૯ સપ્ટેમ્બર ૨૦૦૫નું આ સંશોધન લાગુ થતા પહેલા પણ જો કોઈ વ્યકિતનું મૃત્યુ થયું હોય અને સંપત્તિની વહેંચણી બાદમાં થાય તો પણ ભાગીદારીમાં પુત્રીનો ભાગ પણ એટલો જ રહેશે.ઙ્ગ

સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવતા કહ્યું કે, દીકરીઓનો પિતાની સંપત્ત્િ। પર અધિકાર હશે, ભલે હિન્દુ ઉત્તરાધિકાર(અમેન્ડમેન્ટ) અધિનિયમ, ૨૦૦૫ના લાગૂ થયા પહેલા જ કોપર્શનરનું મૃત્યુ થઇ ગયું હોય.

ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાના ચુકાદામાં કહ્યું કે, એક દીકરી જીવનભર માટે હોય છે. એટલા માટે તેમણે ઙ્ગપૈતૃક પ્રોપર્ટીમાં પૂર્ણ અધિકાર છે. તેમણે કહ્યું કે, વન્સ એ ડોટર, ઓવલેઝ એક ડોટર. ઙ્ગ

૨૦૦૫માં હિન્દુ ઉત્તરાધિકાર કાયદો ૧૯૫૬માં સંશોધન કરવામાં આવ્યો હતો. આ હેઠળ પૈતૃકની સંપત્તિમાં દીકરીઓને બરાબરનો ભાગ આપવાની વાત કહેવામાં આવી છે. કલાસ ૧ કાયદાકીય વારસદાર હોવાના નાતે સંપત્તિ પર દીકરીનો હક દીકરા જેટલો જ છે. લગ્નથી આના કોઈ લેવાદેવા નથી. પોતાના ભાગની પ્રોપર્ટી પર દાવો કરી શકાય છે.

હિન્દુ કાયદા હેઠળ પ્રોપર્ટી બે પ્રકારની હોય શકે છે. એક પિતા દ્વારા ખરીદેલી કે બીજી પૈતૃક સંપત્તિ હોય છે. જે છેલ્લા ચાર પેઢીઓથી પુરૂષોને મળતી આવી છે. કાયદા અનુસાર, દીકરી હોય કે દીકરો આવી પ્રોપર્ટી પર બન્નેનો જન્મથી બરાબરનો હક હોય છે.

કાયદો કહે છે કે પિતા આ પ્રકારની પ્રોપર્ટીને પોતાના મનથી કોને ન આપી શકે. એટલે કે આ મામલે તેઓ કોઇ એક નામની વસીયત ન કરી શકે. આનો મતલબ એ છે કે તે દીકરીને તેનો ભાગ આપવાથી વંચિત ન રાખી શકે. જન્મથી દીકરીનો પૈતૃક સંપત્તિ પર અધિકાર હોય છે.

જો પિતાએ ખુદ પ્રોપર્ટી ખરીદી છે અથવા પિતાના પ્લોટ અથવા ઘર પોતાના પૈસાથી ખરીદી છે તો દીકરીનો પક્ષ કમજોર હોય છે. આ મામલે પિતાની પાસે પ્રોપર્ટીને પોતાની ઇચ્છાથી કોઇને ગિફટ કરવાનો અધિકાર હોય છે. દીકરી આમાં વાંધો ન ઉઠાવી શકે.ઙ્ગ

જો પિતાનું મૃત્યુ વગર વસીયત છોડે થઇ ગયું તો તમામ ઉત્તરાધિકારીઓનો પ્રોપર્ટી પર બરાબરનો અધિકાર હશે. જો સરળ શબ્દોમાં કહીએ તો હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં પુરૂષ ઉત્તરાધિકારીઓને ચાર વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે.

(3:13 pm IST)