Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

પરિવાર સાથે જોવા જેવી છે આમિર ખાનની ફિલ્‍મ ‘લાલ સિંહ ચઢ્ઢા'

આમિર-કરીનાના અભિનયના થઈ રહ્યા છે વખાણ

મુંબઇ, તા.૧૧:બોલિવૂડનો મિસ્‍ટર પર્ફેક્‍શનિસ્‍ટ તરીકે ઓળખાતો આમિર ખાન લાંબા સમય પછી સ્‍ક્રીન પર કમબેક કરી રહ્યો છે. લાલ સિંહ ચઢ્ઢા ફિલ્‍મ રીલિઝ પહેલા જ વિવાદોમાં સપડાઈ હતી, પરંતુ આમિર ખાનના ફેન્‍સ ફિલ્‍મ જોવા માટે આતુર હતા. આમિર-કરીનાની આ ફિલ્‍મ કેવી છે? વાંચો રિવ્‍યૂ.

લાલ સિંહ ચઢ્ઢા(આમિર ખાન)ને કોઈ પણ વાત સમજવામાં થોડી વાર લાગે છે, પણ તે આશાવાદી છે. લાલ સિંહ ચઢ્ઢાને એક -‘ મૂંઝવે છે કે- શું માણસે પોતાના નસીબની રેખા જાતે ખેંચવી જોઈએ કે પછી એક પીંછાની જેમ હવા જે તરફ લઈ જાય ત્‍યાં જતા રહેવું જોઈએ? અદ્વેત ચંદનની આ ફિલ્‍મમાં લાલ સિંહ આ -‘ોનો ઉત્તર શોધવાનો પ્રયત્‍ન કરે છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્‍મ વર્ષ ૧૯૯૪માં આવેલી ઓસ્‍કર વિનિંગ ફિલ્‍મ ફોરેસ્‍ટ ગમ્‍પની ઓફિશિયલ હિન્‍દી રીમેક છે. ફોરેસ્‍ટ ગમ્‍પ ફિલ્‍મમાં મુખ્‍ય ભૂમિકા ટોમ હેન્‍ક્‍સની હતી.

ફોરેસ્‍ટ ગમ્‍પમાં દર્શાવવામાં આવેલા તમામ તત્‍વો, પ્રેમ, જીવન, ઈમાનદારી, નસીબ, તમને લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. ફોરેસ્‍ટ ગમ્‍પ અને લાલ સિંહ ચઢ્ઢા વચ્‍ચે એક તફાવત એ છે તે હોલિવૂડ ફિલ્‍મમાં તમને તમામ બાબતો સહજતાથી દર્શાવવામાં આવી છે, જ્‍યારે લાલ સિંહ ચઢ્ઢામાં તેને બોલિવૂડનો તડકો આપવામાં આવ્‍યો છે. ઘણીવાર તમને લાગશે કે આમિર ખાનની બોડી લેંગ્‍વેજ ભ્‍ધ્‍ જેવી જ છે. ઓરિજિનલ ફિલ્‍મમાં જ્‍યાં મૌનથી વાત દર્શાવવામાં આવી છે ત્‍યાં અહીં ડાયલોગ્‍સનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. ફિલ્‍મને ભલે ભારતીય દર્શકોને ધ્‍યાનમાં રાખીને ઢાળવામાં આવી છે, પરંતુ ઓરિજિનલ ફિલ્‍મનો હાર્દ જાળવી રાખવામાં મેકર્સ સફળ રહ્યા છે. લાલ સિંહ ચઢ્ઢાની દુનિયા ફોરેસ્‍ટ જેવી જ છે.

ફોરેસ્‍ટ ગમ્‍પ જેવી ક્‍લાસિક અને લોકપ્રિય ફિલ્‍મને એડેપ્‍ટ કરવી એ સરળ કામ નથી. ફોરેસ્‍ટ ગમ્‍પ ફિલ્‍મ જો તમે જોઈ હશે તો તમે જાણતા હશો કે તેમાં ફિલ્‍મનો ફ્‌લો સીધો નથી, ફોરેસ્‍ટ અલગ અલગ પડાવમાંથી પસાર થાય છે. તે જીવનમાં અનેક પ્રકારના અનુભવો કરે છે, પરંતુ જીવન -ત્‍યેનો તેનો અભિગમ અત્‍યંત સામાન્‍ય અને નિર્દોષ છે. લાલ સિંહ ચઢ્ઢા પણ પોતાના પ્રશ્‍નોના ઉત્તર પોતાના જીવનમાં જ શોધવાનો પ્રયાસ કરે છે. પઠાણકોટથી ચંદીગઢ જતી ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તે પોતાની જીવનકથા જણાવે છે. સ્‍વભાવે કડક માતા(મોના સિંહ), બાળપણનો ક્રશ રુપા(કરીના કપૂર ખાન), એકાએક ધનિક થઈ જવું, યુદ્ધમાં ભાગ લેવો, આ દરમિયાન બનેલા નવા મિત્રો(નાગા ચૈતન્‍ય બાલા તરીકે અને માનવ વિજ મુહમ્‍મદ તરીકે), મોતનો સામનો કરવો અને પીડાથી દૂર ભાગવું.

અતુલ કુલકર્ણીના સ્‍ક્રીનપ્‍લેમાં હકીકત અને કલ્‍પનાનો સંગમ જોવા મળે છે. તે એક કાલ્‍પનિક વાર્તા ભારતના સામાજિક-રાજકીય અને સાંસ્‍કળતિક સંદર્ભમાં કહી રહ્યા છે. ફોરેસ્‍ટ ગમ્‍પમાં જીવનની સરખામણી ચોકલેટ સાથે કરવામાં આવી છે, અહીં પાણીપૂરીનો રૂપક તરીકે ઉપયોગ કરવામાં આવ્‍યો છે. ભારતીય ફિલ્‍મ હોવાને કારણે અહીં રામ રથ યાત્રા, ઓપરેશન બ્‍લુ સ્‍ટાર, ૧૯૭૫ની કટોકટી, કારગીલ યુદ્ધ, બોમ્‍બે બોમ્‍બ બ્‍લાસ્‍ટ, ત્‍યારપછી થયેલા રમખાણો, આ તમામ ઘટનાઓ સામેલ કરવામાં આવી છે. અતુલ કુલકર્ણીએ આ મુશ્‍કેલ કામ ઘણી સારી રીતે કર્યું છે.

અમિતાભ ભટ્ટાચાર્યએ ફિલ્‍મના ગીતો પણ ખૂબ સારા લખ્‍યા છે. ફિલ્‍મનો ઓપનિંગ ટ્રેક કહાની તમને ફિલ્‍મ સાથે પરિચિત કરાવવા માટે પૂરતો છે. ગીતના શબ્‍દો પણ ખૂબ માર્મિક છે. હવે જો આમિર ખાનની વાત કરીએ તો, આમિર ખાનની ફિલ્‍મની પસંદગીમાં એક ખાસિયત હોય છે. તે કોઈ ખાસ વિષય, મુદ્દાને લગતી ફિલ્‍મને પસંદ કરતો હોય છે. ફિલ્‍મના બહિષ્‍કારની ભલે વાતો ચાલી રહી હોય, પણ આમિર ખાને ફિલ્‍મમાં સફળતાપૂર્વક એક સંદેશ આપ્‍યો છે કે- ધર્મ કરતા વધારે મહત્‍વની માનવતા છે. ટોમ હેન્‍ક્‍સે જે રોલ ૩૦ની ઉંમરમાં કર્યો હતો તે આમિરે ૫૦ વર્ષની ઉંમરમાં કર્યો છે.

લાલ સિંહ ચઢ્ઢાના પાત્રને સહજ બનાવવા માટે ઘણો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો છે, પરંતુ અમુક સીનમાં તે થોડો ‘એક્‍સ્‍ટ્રા' જણાય છે. ડાયલોગમાં સતત મૂકવામાં આવેલા પૉઝ, હમમમનો ઉપયોગ ઘણીવાર ફેક લાગી શકે છે. જે વાત આમિર ખાનના અભિનયમાં ખટકશે તે કરીના કપૂરે સરળતાથી કરી બતાવી છે. રુપાનું પાત્ર કરીને અદ્દભુત રીતે ભજવ્‍યું છે. ફોરેસ્‍ટ ગમ્‍પમાં આ પાત્ર જેનીનું હતું. તેણે અભિનયમાં જબરદસ્‍ત સંતુલન જાળવી રાખ્‍યું છે. મોના સિંહે પાત્રને પૂરતો ન્‍યાય આપ્‍યો છે. આ સિવાય માનવ વિજનું પાત્ર તમને લાંબા સમય સુધી યાદ રહી જાય તેવું છે.

ભારતના વિવિધ ભાગોમાં ફિલ્‍મ શૂટ કરવામાં આવી છે. ભારતની રાજકીય સ્‍થિતિને પણ ફિલ્‍મમાં સારી રીતે દર્શાવવામાં આવી છે. તમે આ ફિલ્‍મ પરિવાર સાથે જોઈ શકશો. આટલુ જ નહીં, કામિની કૌશલનો ખાસ રોલ અને શાહરુખ ખાનનો કેમિયો પણ તમને ખુશ કરી દેશે.

(5:07 pm IST)