Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

બનારસ હિંદુ યુનિવર્સિટીના ન્યુરોલોજીસ્ટની ચેતવણી

ઘી-તેલ વગરનું ભોજન બિમારીને આમંત્રણ

વર્તમાન સમયમાં અમુક લોકો એવા છે જે પોતાની તંદૂરસ્તીની પરવા કર્યા વગર ખુબ ફ્રાઇડ (તળેલું) ફૂડ ખાય છે અને વજન વધારે છે તો બીજી તરફ એવા લોકો પણ છે જે મોટાપાના ભરયથી તેલ-ઘીનું સેવન સાવ બંધ કરી દે છે અને ફેડ  ડાયેટ પર રહેવા લાગે છે.

પણ હાલમાં જ નવભારત ટાઇમ્સ સાથેની વાતચીતમાં બનારસ હિંદુ યુનિવર્સિટીની ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સના ન્યુરોલોજી વિભાગના ન્યુરોલોજીસ્ટ વીએન મિશ્રાએ કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો સમજયા વિચાર્યા વગર પોતાના આહારમાં ઘી-તેલ માટે ખતરનાક થઇ શકે છે. આમ કરીને તેઓ વજનને ભલે નિયંત્રણમાં રાખી શકે પણ બીજી બિમારીઓને આમંત્રણ આપે છે.

પ્રોફેસર મિશ્રા જણાવે છે કે ભોજનમાં પુરતા પ્રમાણમાં તેલ-ઘી અને ચરબીનું સેવન ના કરવાથી નર્વસ સિસ્ટમ અને મગજ માટે જોખમ ઉભું થાય છે. બ્રેન હેંપરીંગ એટલે કે કે મગજનું બરાબર કામ ના કરવું, બોલવું હોય કંઇ અને બોલાય કંઇક જાય તેવું થઇ શકે છે. મગજ અપ ટુ ડેટ નથી રહેલું. શરીરમાં ચરબી ના હોવાથી યાદદાસ્ત નબળી પડે છે, શરીરમાં નબળાઇ આવે છે, વિચારશકિત ઘટે છે, મુડ સ્વીંગની તકલીફ થાય છે.

પ્રોફેસર મિશ્રા અનુસાર, ચરબીમાં (સોલ્યુબલ વીટામીન્સ) એ,ડી, ઇ અને કે હોય છે જે મેટાબોલીઝમ માટે બહુ જરૂરી છે. જયારે આપણે યોગ્ય પ્રમાણમાં ઘી-તેલનું સેવન કરીએ તો આપણને આ બધા વીટામીન યોગ્ય પ્રમાણમાં મળે છે અને મેટાબોલીઝમ બરાબર કામ કરે છે.

(12:58 pm IST)