Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

વિશ્વમાં સૌથી લાંબુ નાક ધરાવતો તુર્કીના મેહમેટ ઓજ્યુરેકએ રેકોર્ડ બનાવ્યો :ઉંમર વધવાની સાથે-સાથે તેનું નાક પણ વધ્યું

મેહમેટને 2010માં જ સૌથી લાંબી નાક ધરાવતા જીવિત વ્યક્તિનું ટાઇટલ મળ્યું હતું.

નવી દિલ્હીઃ તુર્કીમાં રહેતા આ વ્યક્તિનું નાક વિશ્વમાં સૌથી લાંબુ છે. મેહમેટ ઓજ્યુરેક નામની આ વ્યક્તિએ વિશ્વમાં સૌથી લાંબા નાકને રેકોર્ડ બનાવ્યો છે. તેનું નાક લગભગ સાડા ત્રણ ઇંચનું છે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્ઝે 11 વર્ષ પહેલા જ તેને આટલું લાંબુ નાક હોવાનું ટાઇટલ આપ્યું હતું, પરંતુ હવે ઉંમર વધવાની સાથે-સાથે તેનું નાક પણ વધી રહ્યું છે.

મેહમેટનું નાક વિશ્વમાં ઉપલબ્ધ કોઈપણ વ્યક્તિના નાક કરતાં સૌથી મોટું છે. હાલમાં તેના સિવાય વિશ્વમાં આટલું મોટું નાક કોઈપણ જીવિત વ્યક્તિ પાસે નથી. મેહમેટને 2010માં જ સૌથી લાંબી નાક ધરાવતા જીવિત વ્યક્તિનું ટાઇટલ મળ્યું હતું. મેહમેટનું કહેવું છે કે તેમના નાકની લંબાઈ હજી પણ વધી રહી છે.

જોકે મેહમેટ ઇતિહાસમાં સૌથી લાંબી નાક વાળો વ્યક્તિ નથી. 18મી સદીમાં થોમસ નામના એક વ્યક્તિનું નાક 19 સેન્ટિમીટર લાંબુ હતું.

(12:32 am IST)