Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ફ્રાન્સમાં કોરોના વાયરસની પાંચમી લહેર?: એક જ દિવસમાં હજારો કેસથી ટેન્શન વધ્યુંં

પેરીસ, તા.૧૧: ફ્રાન્સમાં કોરોનાના કેસ એકાએક વધી જવાને કારણે અહીયાના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સંક્રમણ કાબૂમાં કરવા રાષ્ટ્રપતિએ અપીલ કરી છે કે લોકો વેકિસન લગાવે સાથેજ ૬૫ થી વઘું વયના લોકોમને બૂસ્ટર ડોઝ આપવાની પણ વાત કરી છે.

ફ્રાંસમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે અહીયાના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરે કહ્યું કે દેશમાં નવી ચિંતા ઉભી થઈ છે. જેથી આપણે આશા રાખીએ કે સંક્રમણ જલ્દીથી ખતમ થાય. સ્થાનિક મીડિયાને ઈન્ટરવ્યું આપતા તેમણે કહ્યું કે દેશમાં અન્ય પાડોસી દેશોની જેમજ પાંચમી લહેર શરૂ થઈ ગઈ છે.

વધુમાં તેમણે કહ્યું કે આ લહેરમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે ફ્રાન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૮૮૩ કેસ નોંધાયા છે. જેથી અહીયાના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઓકટોબર પછી નવેમ્બર શરૂ થતાજ અહીયા સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ મામલે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુએવલ મેક્રોએ પણ એવું નિવેદન આપ્યું કે દેશમાં કોરોના કેસની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે.

અગાઉ અહીયાના રાષ્ટ્રપતિએ એવું નિવેદન આપ્યું હતું કે ૬૫ વર્ષ અને તેનાથી જેની વધારે ઉંમર વાળા વ્યકિતઓએ સાવચેતી રાખવી જરૂરી છે. સાથેજ તેમને બૂસ્ટર ડોઝ લગાવાની પણ વાત કરી હતી. ૧૫ ડિસેમ્બરથી અહીયા ૬૫ વર્ષ કરતા વધુના લોકોને બૂસ્ટર ડોઝ આપવનાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિએ લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ લોકો વેકિસન લગાવે. સાથેજ લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવા માટે કહ્યું છે. જોકે બૂસ્ટર ડોઝની વાત કરીએ તો જે લોકોનો ઈમ્યુનીટી પાવર ઓછો છે તે લોકોને અહીયા બૂસ્ટર ડોઝ આપવાની વાત કરવામાં આવી છે. જેમા ખાસ તો ૬૫ વર્ષ અને તેનાથી વધુ વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

(2:59 pm IST)