Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

રાંચી: ઝારખંડના સિંહભૂમ જિલ્લાના ચાઇબાસામાં નક્સલીઓ સાથે અથડામણ દરમિયાન IEDમાં વિસ્ફોટ થયો છે, જેમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના 5 જવાન ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાંચ ઘાયલ જવાનોને સારવાર માટે રાંચી લઇ જવામાં આવ્યા છે. અર્ધસૈનિક દળના સૂત્રોએ ઘાયલ જવાનોની સ્થિતિ અંગે વિસ્તારથી કઇ જણાવ્યુ નથી.

ટોંટો પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા તુંબહાકા વિસ્તારમાં CRPFની એલીટ કોબરા બટાલિયનના જવાન IEDના સંપર્કમા આવ્યા છે, જ્યા નક્સલીઓ સાથે અથડામણ શરૂ થયા બાદ અર્ધસૈનિક દળ વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવી રહ્યા હતા.

નક્સલીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવવા માટે IED બોમ્બ લગાવી રાખ્યા હતા, જેની ઝપટમાં આવતા કોબરા-209 બટાલિયનના પાંચ જવાન ઘાયલ થયા હતા. તમામ ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને સારવાર માટે રાંચી મોકલવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ટોંટો પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલમાં નક્સલી મિસિર બેસરા સહિત કેટલાક અન્ય મોટા નક્સલી છેલ્લા કેટલાક મહિનાથી કેમ્પ લગાવ્યો હતો. નક્સલી મિસિર બેસરા એક કરોડનો ઇનામી નક્સલી છે. નક્સલીઓની ઘેરાબંધી માટે CRPFની 209 કોબરા બટાલિયન, સીઆરપીએફ 157, 194 બટાલિયન સિવાય ઝારખંડ જગુઆર અને જિલ્લા પોલીસ સંયુક્ત રીતે સર્ચ અભિયાન ચલાવી રહી છે.

બીજી તરફ ચતરા જિલ્લામાં નક્સલીઓ વિરૂદ્ધ પોલીસ અને સુરક્ષાદળોને સફળતા મળી છે. લેવી વસૂલી માટે પહોચેલા ઝોનલ કમાન્ડર શશીકાંત, કુખ્યાત એરિયા કમાંડર જીતન ભુઇયા ઉર્ફ જીતન ભારતી ઉર્ફ જીતન માંઝીની સુરક્ષાદળોએ ધરપકડ કરી છે. ધરપકડ કુંદ્રા-પલામૂ બોર્ડર પર સ્થિત તિલસરૈયા જંગલમાંથી થઇ છે. ધરપકડ એરિયા કમાન્ડર પર પોલીસ પર ફાયરિંગ, અથડામણ, બીડીઓને ફોન પર લેવી માટે ધમકી આપવા સહિત અફીણની ખેતી કરવાનો પણ આરોપી હતો.

(9:11 pm IST)