Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૫૭

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંગીત

જયારે આપણે પૂર્વનું પ્રખ્‍યાત મોઝાર્ટ અને બેથોવીન સંગીત સાંભળીએ છીએ ત્‍યારે એક અલગ જ દુનીયામાં જતા રહીએ છીએ તમે તમારા વિચારોમાં નથી રહેતા  તમારી ગતી બદલાઇ જાય છે. આ અદ્દભૂત સંગીત તમને ઘેરી વળે છે. તમારા હૃદયમાં રમવા લાગે છેએક લય ઉત્‍પન્‍ન કરે છ.ે જે તમે  ખોઇ નાખી હતી.

આ જ અદ્દભૂત સંગીતની વ્‍યાખ્‍યા છે. તે તમને એક ઝલક આપે છે કે આપણે અસ્‍તીત્‍વ સાથે કોઇ રીતે એકાકાર થઇ શકીએ છીએ ભલે ફકત થોડી ક્ષણો માટે પણ નીરવ શાંતી ઉતરે છે. અને હૃદયમાં આનંદ છવાઇ જાય છે. શુ થઇ રહ્યું છે. તે કદાચ તમે સમજી નહી શકો પરંતુ મહાન સંગીતજ્ઞો અસ્‍તીત્‍વના મૂળભૂત આધાર ઉપર વગાડે છ.ે

મૂળભૂત આધાર એ છે કે અસ્‍તીત્‍વને એક ચોકકસ લય છે જો તમે લયની આસપાસનું સંગીત ઉત્‍પન્‍ન કરો તો જે લોકો તે સંગીત સાંભળે છે તેઓ તેમાં ડુબી જશો.

અને તમે તે ઘણી બધી રીતે કરી શકો ઉદાહરણ તરીકે તમે કોઇ ઝરણા પાસે બેઠા છો તો ફકત ઝરણાના અવાઝ સાંભળો અને તેની સાથે એક થઇ જાવ તમારી આંખો બંધ કરો અને એવુ અનુભવો કે તમે તેની સાથે એક થઇ ગયા છો તેની સાથે વહો અને એવી ક્ષણો આવશે કે તમે સંપૂર્ણ પણે લયબધ્‍ધ થઇ જશો. આ ક્ષણોમાંથી અદ્દભૂત આનંદ ઉદ્દભવ થશે પક્ષીઓને સાંભળો અને આમ જ કરો

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(11:06 am IST)