Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

ઈલોન મસ્‍કે તો નુકસાનીમાં પણ વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો

૧૮૦ અબજ ડોલર ધોવાઇ ગયા

ન્‍યુયોર્ક, તા.૧૨: ટેસ્‍લા અને સ્‍પેસએક્‍સના સીઈઓ એલન મસ્‍કે એક નવો રેકોર્ડ નોંધાવ્‍યો છે. પરંતુ આ રેકોર્ડ તેની કિર્તીમાં વધારો નહીં પણ ઘટાડો કરનારો છે. હકીકતમાં એલન મસ્‍કે પોતાની વ્‍યક્‍તિગત સંપત્તિ ગુમાવવાનો નવો ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો છે. પ્રકાશનમાં કહેવામાં આવ્‍યું છે કે નવેમ્‍બર ૨૦૨૧થી અત્‍યાર સુધીમાં આ બિઝનેસમેને લગભગ ૧૮૦ અબજ ડોલરનું નુકસાન કર્યું છે. ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડ અનુસાર, સંપત્તિનો આ આંકડો અંદાજિત છે, પરંતુ મસ્‍કનું કુલ નુકસાન ૨૦૦૦માં જાપાની ટેક રોકાણકાર માસાયોશી સન દ્વારા સ્‍થાપિત ૫૮.૬ અબજ ડોલરના અગાઉના રેકોર્ડને વટાવી ગયું છે.

ફોર્બ્‍સ મેગેઝિન અનુસાર, ટેસ્‍લા શેરોના નબળા પ્રદર્શનને કારણે એલન મસ્‍કની નેટવર્થ ૨૦૨૧માં ૩૨૦ અબજ ડોલરથી ઘટીને જાન્‍યુઆરી ૨૦૨૩ સુધીમાં ૧૩૮ અબજ ડોલર થઈ ગઈ છે. એટલું જ નહીં મસ્‍કે, બર્નાર્ડ આર્નોલ્‍ટ (ફ્રાન્‍સ) સામે વિશ્વના સૌથી ધનિક વ્‍યક્‍તિ તરીકેનો દરજ્જો ગુમાવ્‍યો હતો. બર્નાર્ડ લક્‍ઝરીયસ ચીજવસ્‍તુઓના ગ્રુપ LVMH (લુઇસ વિટન મોટ હેનેસી)ના સ્‍થાપક હતા, જેમની અંદાજિત સંપત્તિ ૧૯૦ અબજ ડોલર છે.

મસ્‍કે ભલે અગાઉ કોઈ પણ માણસ કરતા વધારે પૈસા ગુમાવ્‍યા હોય, પરંતુ તે હજી પણ વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિક વ્‍યક્‍તિ છે. મસ્‍કના ટ્‍વિટર ટેકઓવર અને સંબંધિત વિક્ષેપોને કારણે ટેસ્‍લાનો સ્‍ટોક છેલ્લા ત્રણ મહિનાથી મોટાભાગે ફ્રીફોલમાં છે.

મસ્‍ક ટ્‍વિટરના તેના ટેકઓવરથી વધારે નુકસાનનો સામનો કરી રહ્યા છે, આ એક એવી ડીલ છે, જેણે શેર પર સૌથી વધુ અસર કરી છે, કારણ કે એવી અટકળો હતી કે તે પૈસા ગુમાવતી સોશિયલ મીડિયા કંપનીને બચાવી રાખવા માટે ટેસ્‍લાના વધુ શેર વેચી શકે છે અને આ કંપની પરથી તેનું ધ્‍યાન ભટકી શકે છે. ઇલેક્‍ટ્રિક વાહન નિર્માતા કંપનીનો શેર ૨૦૨૨માં ૬૫્રુના નુકસાન સાથે બંધ થયો હતો.

ટેસ્‍લા માર્કેટમાં વધતા જતા પડકારોનો સામનો કરી રહી છે, જેમાં વધતા જતા ખર્ચ, સ્‍પર્ધાત્‍મક જોખમો અને મંદીના કારણે માંગ ઘટવી વગેરેનો સમાવેશ થાય છે. કંપનીને મોટા ઓટોમેકર્સ તરફથી વધતા જતા સ્‍પર્ધાત્‍મક ખતરાનો પણ સામનો કરવો પડી રહ્યો છે, જે આગામી કેટલાક વર્ષોમાં ઘણા નવા ઇવી સાથે બજારમાં ઝંપલાવી શકે છે.

સમળદ્ધિમાં ઘટાડો થયો હોવા છતાં ટેસ્‍લા વિશ્વની સૌથી મૂલ્‍યવાન કાર કંપની બની રહી છે, જેની માર્કેટ કેપ તેમની સૌથી નજીકની હરીફ ટોયોટા મોટર કોર્પ, જનરલ મોટર્સ કંપની, સ્‍ટેલાન્‍ટિસ એનવી અને ફોર્ડ મોટર કંપનીના સરવાળા કરતાં ૧૦૦ અબજ ડોલરથી વધારે છે.

માસાયોશી સનના કિસ્‍સામાં જેની નેટવર્થ ફેબ્રુઆરી ૨૦૦૦માં ૭૮ અબજ ડોલરની ટોચથી ઘટીને તે જ વર્ષે જુલાઈમાં ૧૯.૪ અબજ ડોલર થઈ ગઈ હતી, ડોટ-કોમ ક્રેશને કારણે તેના ટેક જૂથ સોફ્‌ટબેંકનું મૂલ્‍ય હચમચી ગયું હતું. ૨૦૦૦માં સોફ્‌ટબેન્‍કની સ્‍થિતિ એટલી અસ્‍થિર હતી કે સનની નેટવર્થમાં કેટલીક વખત એક દિવસમાં ૫ અબજ ડોલરનો વધારો થતો હતો.

(3:46 pm IST)