Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

સિલિન્‍ડર વિસ્‍ફોટથી ઘરમાં લાગી આગ, દંપતી અને ચાર બાળકો જીવતા દાઝી ગયા

હરિયાણાઃ પાણીપતમાં મોટી દુર્ઘટના

પાનીપત (હરિયાણા), તા.૧૨: પાણીપતમાં ગુરુવારે સવારે એક દર્દનાક અકસ્‍માતમાં આખો પરિવાર જીવતો સળગી ગયો હતો. આ અકસ્‍માત સવારે ૭ વાગ્‍યે બિચપડી ગામે બન્‍યો હતો. મળતકોમાં દંપતી અને તેમના ચાર બાળકોનો સમાવેશ થાય છે.ગુરુવારે સવારે ૭ વાગે પાણીપતના બિચપડી ગામમાં શેરી નંબર ચારમાં આવેલા એક ઘરમાં સિલિન્‍ડર વિસ્‍ફોટ થયો હતો. આ આગ લાગી અને એક જ પરિવારના ૬ લોકો દાઝી ગયા. મળતકોમાં દંપતી, તેમની બે પુત્રીઓ અને બે પુત્રોનો સમાવેશ થાય છે. મળતકોની ઓળખ અબ્‍દુલ કરીમ (૫૦), તેની પત્‍ની અફરોઝા (૪૬), મોટી પુત્રી ઈશરત ખાતુન (૧૭), રેશ્‍મા (૧૬), અબ્‍દુલ શકૂર (૧૦) અને અફાન (૭) તરીકે થઈ છે.

તમામ મળતકો ઉત્તર દિનાજપુર પશ્‍ચિમ બંગાળના વતની હતા. હાલમાં તે બધવા રામ કોલોની, કેસી ચોક, ગલી નંબર ૪માં રહેતો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ પ્રશાસન ઘટનાસ્‍થળે પહોંચી ગયું અને બચાવ કાર્ય શરૂ કર્યું.

(4:20 pm IST)