Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

માત્ર ન્યાયતંત્ર જ બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરી શકે :ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આરએમ છાયાનું નિવૃત્તિ વિદાય સમારંભમાં ઉદબોધન

ગૌહાટી :માત્ર એક 'મજબુત ન્યાયતંત્ર' જ બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરી શકે છે અને ભારતને દરેક માનવી માટે રહેવા માટેનું 'શ્રેષ્ઠ સ્થળ' બનાવી શકે છે, એમ ગુહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આરએમ છાયાએ જણાવ્યું હતું, જેમણે બુધવારે ઓફિસ છોડી દીધી હતી.

આઉટગોઇંગ ચીફ જસ્ટિસે કહ્યું, "આપણું બંધારણ સ્વતંત્ર ન્યાયતંત્ર ધરાવવા માટે મજબૂત પાયો પૂરો પાડે છે જેથી ન્યાયાધીશો કાયદા સિવાય દરેક દખલથી મુક્ત રહી શકે."

ગુહાટીમાં છ મહિના અને ઓગણીસ દિવસના કાર્યકાળ પછી નિવૃત્ત થયેલા મુખ્ય ન્યાયાધીશ છાયાએ કહ્યું કે માત્ર ન્યાયતંત્ર જ બંધારણીય નૈતિકતા માટે નિશ્ચિતપણે ઊભા રહી શકે છે.
 

"લાખો ભારતીયોને ન્યાયતંત્ર પ્રત્યે તેમના હૃદયમાં ઊંડી શ્રદ્ધા છે. માત્ર ન્યાયતંત્ર, ન્યાયની વાહક હોવાને કારણે, આપણા બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરી શકે છે અને ભારતને દરેક માનવી માટે શ્રેષ્ઠ સ્થાન બનાવવાનું સૌથી અસરકારક સાધન બની શકે છે,તેવું તેમણે પોતાના વિદાય સમારંભમાં જણાવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:14 pm IST)