Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

પાકિસ્તાનમાં લોટનું સંકટ :ક્વેટામાં 20 કિલોની  આટાની થેલીની કિંમત 2800 પાકિસ્તાની રૂપિયા

 રાજ્યના અન્ય વિસ્તારમાં કિંમત 3,200 રૂપિયા સૌથી ઉંચા સ્તર પર પહોચી ગઇ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી સરકારી દરો પર આટા ના મળવાના સમાચાર મળી રહ્યા છે

 

બલૂચિસ્તાનમાં બે અઠવાડિયાથી આટાનું સંકટ ઘેરાયુ છે, જેને કારણે ક્વેટામાં 20 કિલોની આટાની થેલીની કિંમત 2800 પાકિસ્તાની રૂપિયા થઇ ગઇ છે. બીજી તરફ રાજ્યના અન્ય વિસ્તારમાં તેની કિંમત 3,200 રૂપિયા સૌથી ઉંચા સ્તર પર પહોચી ગઇ છે.

 

જે લોકો સરકારી દરો પર આટા ખરીદવા માંગે છે તેમણે તેની માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક મહિલાએ કહ્યુ કે, તે છેલ્લા બે અઠવાડિયાથી પોતાના બાળકો માટે આટા ખરીદવા માટે દોડધામ કરી રહી છે પરંતુ તેને નિષ્ફળતા મળી રહી છે. મહિલા કહે છે, “મારા બે બાળક વિકલાંગ છે અને બીજા નાના છે. એક કમાનાર માણસ છે જે મજૂરી કરે છે. મજૂરી પણ ક્યારેક જ મળે છે અને ક્યારેક નથી મળતી. હું ખુદ ઘરોમાં કામ કરૂ છુ. 8 દિવસથી બાળકો ભૂખ્યા છે અને હું ખુદ વિસ્તારમાં માંગીને બાળકોને ભોજન કરાવી શકુ છુ કારણ કે દૂકાન પર આટો મોંઘો થઇ ગયો છે અને સસ્તો લોટ આસાનીથી મળતો નથી.

જો કે, માત્ર લોટ જ નહીં, પાકિસ્તાનમાં દરેક ચીજવસ્તુના ભાવ આસમાને છે અને પાકિસ્તાનના લોકો વધતી મોંઘવારીથી ખૂબ જ ચિંતિત છે. પાકિસ્તાનમાં રોજબરોજની વસ્તુઓના ભાવ ક્યાં સુધી પહોંચી ગયા છે અને પછી તમે કલ્પના કરી શકો છો કે ત્યાં ભારત કરતાં વધુ મોંઘવારી છે.

પાકિસ્તાનની એક સરકારી વેબસાઇટ પર આપવામાં આવેલી સામાનની કિંમત જણાવે છે કે પાકિસ્તાનમાં કેટલી મોંઘવારી છે.

જામફળ- 100-180 પ્રતિ કિલો
લોટ- 130 રૂપિયા પ્રતિ કિલો
મેદાનો લોટ- 130 રૂપિયા કિલો
સોજી- 115 રૂપિયા કિલો
દ્રાક્ષ- 300 રૂપિયા કિલો
ચોખા- 155-172 રૂપિયા કિલો
બટાકા- 40-50 રૂપિયા કિલો
દાળ- 205 રૂપિયા કિલો
ચના દાળ- 142-210 રૂપિયા કિલો
લસણ- 300-320 રૂપિયા કિલો
ટામેટા- 50-65 રૂપિયા કિલો
ડુંગળી- 180-220 રૂપિયા કિલો
દૂધ- 110-160 રૂપિયા કિલો
ઘી- 1800-2500 રૂપિયા કિલો

(7:48 pm IST)