Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

કાંઝાવાલા કેસમાં ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી :PCRમાં તૈનાત પોલીસકર્મીઓ સસ્પેન્ડ:DCP પાસે જવાબ માંગ્યો

ડીસીપીએ સ્પષ્ટતા કરે કે કાયદો અને વ્યવસ્થાની શું સ્થિતિ છે અને જો યોગ્ય જવાબ નહીં મળે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે

નવી દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં બનેલી દર્દનાક દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે ત્યારે આ સ્થિતિ વચ્ચે ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ પર મોટી કાર્યવાહી કરી છે. આ ઘટના જ્યારે ઘટી ત્યારે તૈનાત પીસીઆર વાનમાં હાજર પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ ડીસીપી પાસેથી પણ જવાબ મંગાવવામાં આવ્યો છે.

 સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયના નિર્દેશ પર દિલ્હી પોલીસે આ અંતર્ગત એક રિપોર્ટ તૈયાર કર્યો હતો અને આ રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપ્યા બાદ દિલ્હી પોલીસ પર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ પિકેટ અને પીસીઆરમાં હાજર પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે જે સમયે ઘટના બની હતી તે સમયે વિસ્તારના ડીસીપીએ સ્પષ્ટતા કરે કે કાયદો અને વ્યવસ્થાની શું સ્થિતિ છે અને જો યોગ્ય જવાબ નહીં મળે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અન્ય એક સૂચનામાં એવું કહેવામાં આવ્યું છે કે ક્રાઈમ સીનની આસપાસના વિસ્તારોમાં પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવે

 અત્રે  ઉલ્લેખનીય છે કે, 2023ના વધામણાની મોડી રાતે દિલ્હીમાં દારૂના નશામાં ચકનાચૂર થયેલા કારમાં સવાર યુવાનોએ એક યુવતી 10થી વધુ કિલોમીટર સુધી રોડ પર ઢસડી હતી જેના પગલે યુવતીનું મોત નિપજ્યું છે એટલું જ નહીં રોડ સાથે ઢસડાવવાના કારણે યુવતી પર એક પણ કપડું નહોતું પરિણામે નિર્વસ્ત્ર મૃતદેહ માર્ગ પર પડ્યો હતો. પોલીસે કારમાં સવાર પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

(12:16 am IST)