Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

અમે બે અમારા બેની સરકાર, ચાર જણા શાસન ચલાવે છે

લોકસભામાં સરકાર પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર : નવા કૃષિ કાયદા લાગુ થતા ખેડૂત, મજૂર અને નાના વેપારીઓના ધંધા બંધ થઈ જવાનો કોંગ્રેસના નેતાનો દાવો

નવી દિલ્હી, તા. ૧૧ : રાહુલ ગાંધીએ ગુરુવારે લોકસભામાં ફરી એકવખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંઘીએ કહ્યું કે પરિવાર નિયોજન માટે પહેલા એવો નારો હતો કે 'અમે બે અમારા બે'. હવે જે રીતે કોરોના અલગરૃપમાં આવ્યો છે તે રીતે નારો પણ બીજા રૃપમાં આવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશને ચાર લોકો ચલાવી રહ્યા છે. અમે બે અમારા બે. દરેક વ્યક્તિ તેઓના નામ જાણે છે. અમે બે, અમારા બે કોની સરકાર છે.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે અમે બે અમારા બે...તે તમને યાદ હશે, તે ચાર ફોટો હતા. ક્યુટ ચહેરા, સુંદર ચહેરા, મોટા ચહેરા કે જેના પર સદનમાં હોબાળો થતો રહ્યો.

જ્યારે કાયદા લાગુ થશે ત્યારે જે દેશના ખેડૂત છે, દેશના મજૂર છે, નાના વેપારી છે તેમનો ધંધો બંધ થઈ જશે. તેનાથી ખેડૂતોના ખેતર જતા રહેશે, તેઓને ચોક્કસ ભાવ નહીં મળે, નાના દુકાનદારોની દુકાન બંધ થઈ જશે અને માત્ર બે લોકો અમે અને અમારા બે દેશને ચલાવશે.

(12:00 am IST)