Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

બીજેપીમાં જોડાશે ?

મમતા બેનર્જીને મોટો ઝટકો : સૌથી નજીક ગણાતા દિગ્ગજ સાંસદ ડો. દિનેશ ત્રિવેદીએ આપ્યું રાજીનામુ

કોલકત્તા તા. ૧૨ : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમુલ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસે રાજયસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનેશ ત્રિવેદીએ આજે રાજયસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન પોતાનું રાજીનામું જાહેર કર્યું. દિનેશ ત્રિવેદીએ જલ્દી જ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય તેવી અટકળો તેજ બની ગઇ છે.રાજયસભામાં બજેટ ચર્ચા દરમિયાન દિનેશ ત્રિવેદીએ કહ્યું કે ખરેખર તો આપણે જન્મભૂમિ માટે છીએ અને મારાથી એ જોઇ શકાતું નથી કે આપણે કરીએ તો શું કરીએ, એક પાર્ટીમાં છીએ તો સીમિત છે, પરંતુ હવે મને ગભરામણ જેવું લાગી રહ્યું છે, આપણે કાંઇ કરી શકતા નથી, બીજી તરફ અત્યાચાર થઇ રહ્યો છે, આજે મારી આત્મા કહી રહી છે કે રાજીનામું આપી દે અને બંગાળની જનતાની વચ્ચે જઇ રહો.

(3:44 pm IST)