Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કેન્દ્રિય કર્મચારીના ફેમિલી પેન્શનમાં મોટો વધારો : કેન્દ્રિય રાજ્ય મંત્રી ડો.જીતેન્દ્રસિંહે આપી માહિતી

ફેમિલી પેન્શનની મર્યાદાને વધારીને 1.25 લાખ થઇ જે અગાઉના 45000 રૂપિયા હતી.

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીના મૃત્યુ બાદ ફેમિલી પેન્શન ઉપરની મર્યાદામાં અઢી ગણાથી વધુનો વધારો કર્યો છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે આ બાબતે જાણકારી આપતા કહ્યું હતું કે, ફેમિલી પેન્શનની મર્યાદાને વધારીને 1.25 લાખ રૂપિયા કરવામાં આવી છે. જે અગાઉના 45000 રૂપિયા હતી.

કેન્દ્રીય રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકારના આ પગલાથી સરકારી કર્મચારીના મૃત્યુ તેના પરિવારના સભ્યોને જીવનનિર્વાહ માટે મદદ મળશે. આ નવા નિયમ અનુસાર જો માતા-પિતા સરકારી કર્મચારી હોય તો કોઈપણ એકની સર્વિસ દરમિયાન અથવા નિવૃત્તિ પછી મૃત્યુ થાય તો તેના જીવન સાથીને પેન્શન મળે છે અને બંનેનું મૃત્યુ થાય તો તેના બાળકોને ફેમિલી પેન્શન આપવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલ્ફેર્સે ફેમિલી પેન્શનને લઈને એક સ્પષ્ટીકરણ જારી કર્યું છે કે, પોતાના માતા-પિતાના મૃત્યુ પછી જો કોઈ બાળક બે પેન્શન માટે યોગ્ય હોય તો તેને એટલી રકમ આપવા આવશે. પેલા રકમ માત્ર 45000 રૂપિયા હતી જ્યારે હવે તેમાં વધારો કરીને 1.25 લાખ રૂપિયા કરવામાં આવી છે.

પેન્શન અંગેના આ ફેરફારો વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે જો સરકારી કર્મચારીના ઘરે કોઈ વિકલાંગ સભ્ય હોય અને આજીવિકા માટે કોઈ સાધન ન હોય તો સરકારી કર્મચારીના અવસાન પછી સરકાર તેને આજીવન પેન્શન આપશે.

પેન્શન અંગેની તમામ બાબતોની ચર્ચાઓ બાદ મોદી સરકારે વર્તમાન પેન્શન સિસ્ટમમાં પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો હોવાનું કેંદ્રિય મંત્રીએ જણાવ્યું હતું. સેન્ટ્રલ સિવિલ સર્વિસ પેન્શન નિયમો 1972 (54/6) મુજબ, જો સરકારી કર્મચારીના આશ્રિત પરિવારની કુલ આવક કર્મચારીના છેલ્લા પગાર કરતાં વધુ હોય તો તેમને પેન્શન આપવામાં આવશે નહીં.

બીજી બાજુ જો આશ્રિત પરિવારની કુલ આવક કર્મચારીના અંતિમ પગારના 30 ટકાથી ઓછી હોય તો મૃતક આશ્રિતોને આજીવન પેન્શન મેળવવાનો અધિકાર હશે. આ સિવાય નવા નિયમો અનુસાર દિવ્યાંગ આશ્રિતોને આજીવન પેન્શન મળશે. વિકલાંગ લોકો માટે ફેમિલી પેન્શન અંગે, કેન્દ્ર સરકારે સીસીએસ (પેન્શન) નિયમો, 1972 અંતર્ગત કુટુંબ પેન્શન આપવા માટે મૃતક સરકારી કર્મચારી અથવા પેન્શનરના બાળક માટે યોગ્યતા માટેની આવકના માપદંડોમાં છૂટ આપવા માટે સૂચનો જારી કર્યા છે.

(7:46 pm IST)