Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર ખેડૂતોનો જમાવડો : વિરોધ સ્થળો પર મહિલાઓને સમર્પિત વિશેષ સમિતિઓની રચના

નવી દિલ્હી : ત્રણ નવા કેન્દ્રીય કૃષિ કાયદાઓ વિરુદ્ધ તેમના વિરોધના સાત મહિના પૂરા થવા પર 26 મી જૂને શુક્રવારે મોરચાએ દેશભરમાં ‘રાજ ભવન ઘેરાવ’ નું આયોજન કરવાની જાહેરાત કરી હતી.  દરમિયાન  પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતો આ ત્રણેય કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર પડાવ કરી રહ્યા છે.

વિરોધ કરી રહેલા ખેડુતોનું કહેવું છે કે નવા કૃષિ કાયદાના અમલીકરણ સાથે એમએસપીનો અંત આવશે. સરકારે કહ્યું છે કે આ બધી ચિંતાઓ પાયાવિહોણી છે અને નવા કાયદા ખેડૂતના હિતમાં છે. સુપ્રીમ કોર્ટે આગળના આદેશો સુધી કાયદાના અમલ પર રોક લગાવી છે અને મુદ્દાઓની તપાસ માટે એક સમિતિની રચના કરી છે.

24 જૂને તમામ સરહદો પરના ખેડૂત સંત રવિદાસની જન્મજયંતિની ઉજવણી કરશે. દરમિયાન, ખેડૂત નેતા સુમન હૂડાએ જણાવ્યું હતું કે શનિવારની સાંજ સુધીમાં વિરોધ સ્થળો પર મહિલાઓને સમર્પિત વિશેષ સમિતિઓની રચના કરવામાં આવશે.

(10:23 am IST)