Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

'એલીયન'ના સંપર્કની કોશીષ ઘાતક બની શકે છે

અંતરીક્ષમાં બીજા કેટલાય તારા છે જે સુર્યથી ઘણા પુરાણા છેઃ પૃથ્વીની તુલનામાં આકાશગંગામાં ટેકનીકલી રૂપે આપણાથી આગળ વધેલી સભ્યતાઓ હોઇ શકે છે

એપ્રિલ-ર૦ર૦માં રક્ષા વિભાગે અમેરીકી નૌસેનાના વિમાનો દ્વારા રેકોર્ડ કરવામાં આવેલી અજ્ઞાત હવાઇ ઘટનાઓના વિડીયો જારી કર્યા હતા. જે હાઇપર સોનીક ગતીથી હવામાં ઉડી રહયા હતા અને ખુબ જ સ્પીડથી દિશા બદલતા જોવામાં આવ્યા હતા. આ શું હતું? વિલક્ષણ વાયુ મંડલીય ઘટના કે એલીયન વિમાન કે અન્ય કાંઇ?

અમેરીકી સરકાર આ મહીનાના અંત સુધીમાં આ બારામાં રિપોર્ટ ઇસ્યુ કરી તેઓ જે કાંઇ જાણે છે તે જાહેર કરશે. ખબર છે કે સરકાર કહેશે કે તેમની પાસે પરગ્રહી ગતિવિધિઓ સંબંધીત કોઇ પુરાવો નથી પરંતુ જો એલીયન છે અને આપણે તેમનો સંપર્ક સાધવાની કોશીષ કરીએ છીએ તો એ ખતરનાક બની શકે. વૈજ્ઞાનીક સાઇઠ વર્ષોમાં રેડીયો ટેલીસ્કોપથી પરગ્રહી સભ્યતામાંથી સિગ્નલની ખોજ કરી રહયા છે. કેલીફોર્નીયા  સ્થિત (સર્ચ ફોર એકસ્ટ્રા ટેરીસ્ટ્રીયલ ઇન્ટેલીજન્સ) સંસ્થાનના નિરીક્ષણોમાં આવી કોશીષો નિષ્ફળ રહી છે. આનાથી વ્યાકુળ થઇને કોઇ વૈજ્ઞાનિકોએ મેટી (મેસેજીંગ એકસ્ટ્રા ટેરીસ્ટ્રીયલ ઇન્ટેલીજન્સ)ની તરફ નજર નાખી જેનો સંપર્ક સાધવા માટે સંદેશ મોકલી શકાય છે.

જો કે આપણી આકાશગંગાના બીજા  કેટલાય તારા સુર્યથી પણ ઘણા પુરાણા છે. માટે આપણી પૃથ્વીની તુલનામાં આકાશગંગામાં ટેકનીકલ રૂપથી કેટલી વધુ  આગળ વધેલી સભ્યતાઓ હોઇ શકે છે. ઇટલીના ભૌતીક વૈજ્ઞાનિક એનરીકો ફર્મીના નામ ઉપર આ રહસ્યને 'ફર્મી પેરાડોકસ' ની સંજ્ઞા આપવામાં આવી છે. આ અંતર્ગત માનવામાં આવ્યું કે એલીયન આખરે 'એલીયન' હોય છે. આપણે તેમની સાથે સંવાદ નથી કરી શકતા. મેટી ઇન્ટરનેશનલના ડગલસ વકોચનો તર્ક છે કે અત્યાધુનિક પરગ્રહી સભ્યતાઓથી આપણે સંપર્ક નહી કરીએ તો ગ્લોબલ વોર્નીગ જેવી સમસ્યાઓના સમાધાન માટે માર્ગદર્શન કઇ રીતે લઇ શકશું? બીજી બાજુ સેટીના ખગોળ વિજ્ઞાનીક જોન ગદર્જનો મત છે કે મોટા પાયે સંમતી વગર આવુ કરવું કાયદાકીય રીતે નિષેધ હોવું જોઇએ. એલીયનને સાંભળવાની વાત હોય કે તેમને સંદેશો મોકલવાની, વ્યાપક સાર્વજનીક ચર્ચાથી વિવેકપુર્ણ નિયમન વિકસીત કરવાની જરૂર છે.

(11:28 am IST)