Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

વેક્સિનના બે ડોઝની વચ્ચે ગેપ વધવાથી લોકોમાં કોરોનાનું વધી શકે સંકટ : ડો.ફૌસીનું મોટું નિવેદન

વાયરસથી આગળ નીકળવા માટે બની શકે તેટલા લોકોનું રસીકરણ થવું જોઈએ

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનના ચીફ મેડિકલ એડવાઈઝર ડો. એન્થની ફૌસીએ કહ્યું કે રસીના બે ડોઝની વચ્ચે ગેપ વધવાથી લોકોમાં કોરોનાનું સંકટ વધી શકે છે. ડો. ફૌસીએ ભારત સરકાર દ્વારા ગત મહિને 2 ડોઝનો ગેપ વધારવાને લઈને સવાલનો જવાબ આપી રહ્યા હતા. ફૌસી અમેરિકાના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એલર્જીજ એન્ડ ઈંફેક્શિયલ ડિસીજના (NIAID) ડાયરેક્ટર પણ છે.

તેમણે એક ચેનલ સાથેની વાતચીતમાં  રસી જેમ કે ફાયઝર માટે 2 ડોઝની વચ્ચે 3 અઠવાડિયા અને મોર્ડના માટે 4 અઠવાડિયાનો ગેપ હોવો જોઈએ જે યોગ્ય છે. અને અમે યુકેમાં જોયું છે કે રસીમાં ગેપનો સમય વધારી દીધો આ દરમિયાન તમે સંક્રમિત થઈ શકો છે. એટલે અમે સમય પર રસી લગાવવાની સલાહ આપીએ છીએ. જો કે તેમણે એમ પણ કહ્યુ છે કે આ ગેપ જરુરી હોય છે જ્યારે તમારી પાસે ઓછો સપ્લાય હોય.

ડો. ફૌસીએ એ વાત પર ભાર મુક્યો છે કે વાયરસ(ખાસ ડેલ્ટા વેરિએન્ટ)થી આગળ નીકળવા માટે બની શકે તેટલા લોકોનું રસીકરણ થવું જોઈએ. એક્સપર્ટના જણાવ્યાનુસાર આ 40થી 50 ટકા વધારે સંક્રમિત કરે છે અને તે 62 દેશોમાં ફેલાય છે.

ભારત સરકારે 13 મેએ કોવિશીલ્ડના બન્ને ડોઝ લગાવવાની વચ્ચેનો સમય 6-8 અઠવાડિયા વધારીને 12-16 અઠવાડિયા કરવાનો નિર્ણય કર્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે આ નિર્ણયને લઈને કહ્યુ કે આ વિજ્ઞાન આધારિત નિર્ણય છે. અને આને આ વિશ્વાસની સાથે લેવામાં આવ્યો છે કે આનાથી કોઈ વધારાનું સંકટ નહી આવે. ગત કેટલાક મહિનામાં બીજી વાર એવું થયું હતુ કે જ્યારે કોવિશીલ્ડના બે ડોઝની વચ્ચે ગેપ વધાર્યો. આ પહેલા કેન્દ્ર સરકારે 2 ડોઝની વચ્ચે ગેપને 28 દિવસથી વધારીને 6થી 8 અઠવાડિયા કરવાનો નિર્દેશ આપ્યો હતો.

(11:55 am IST)