Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ભારતીય વૈજ્ઞાનિકોએ કાગળના માધ્યમથી માત્ર એક કલાકમાં કોરોના વાયરસ મ્યૂટેશ શોધવાની ટેકિનક શોધી

નવી દિલ્હી,તા.૧૨: જિનોમ સિકવેસિંગ વિજ્ઞાનમાં ભારતના વૈજ્ઞાનિકોને અત્યાર સુધીમાં મોટી સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ દુનિયામાં પહેલીવાર કાગળના માધ્યમથી માત્ર એક કલાકમાં કોરોના વાયરસ મ્યૂટેશને શોધવાની ટેકિનક વિકસાવી છે. જેને ફેલુદા રે(આરએવાઈ) નામ આપ્યુ છે. ગત વર્ષ ફેલુદા નામથી જ એક ટેસ્ટિંગ કિટ તૈયાર કરવામાં આવી હતી જે અનેક રાજયોમાં વપરાઈ રહી છે.

સીએસઆઈઆરેના નવી દિલ્હી સ્થિત આઈજીઆઈબી સંસ્થાનના વૈજ્ઞાનિકોએ આ જાન્યુઆરીથી મેની વચ્ચે રેપિડ વેરિએન્ટ ડિટેકશન એસે(રે) ટેકનોલોજી વિકસાવી છે. સામાન્ય રીતે એક સેમ્પલની જિનોમ સિકવેસિંગમાં ઘણો લાંબો સમય અને પૈસા વપરયા છે. જે માટે ઉચ્ચ સ્તરની લેબ પણ જોઈએ છે. જેની ભારતમાં અછત છે. ત્યારે ૧૦ લેબમાં સિકવેસિંગ ચાલી રહી છે. જયારે હાલમાં જ ૧૭ અન્ય લેબમાં શરુ થઈ છે. જિલ્લા સ્તર પર સિકવેન્સિંગની સુવિધા નથી. સ્થિતિ એ છે કે દેશમાં ૩૭ કરોડથી વધારે સેમ્પલની તપાસ થઈ પણ જેમાંથી ફકત ૩૦ હજાર સેમ્પલની સિકવેસિંગ કરી શકાયુ. આ સ્થિતિ ત્યારે છે જયારે બીજી લહેરમાં અત્યાર સુધી ડેલ્ટા સહિત અને ગંભીર વેરિએન્ટ દેશની સામે છે.

શોધકર્તા દેવજયોતિ ચક્રવર્તીના અનુસાર આઈજીઆઈબીના ડો. સૌવિક મૈજ્ઞી તથા ડો. રાજેશ પાંડેના ઓબર્જર્વેશનમાં ડો. મનોજ કુમાર, સ્નેહા ગુલાટીએ મળીને આ સિકવેસિંગ સરળ પ્રક્રિયા જાણવા અધ્યયન શરુ કર્યુ હતુ. જે પુરુ થઈ ચૂકયુ છે. સિકવેસિંગ માટે એફએનસીએસ ૯ નામની એક ટેકનોલોજી છે. જેના માધ્યમથી અમે આરએનએથી એસએનવીને જાણ્યા અને ઓળખ્યા બાદ રીડ આઉટને પેપર સ્ટ્રિપ્સના માધ્યમથી પુરુ કર્યુ. આ પ્રક્રિયામાં લગભગ એક કલાક લાગ્યો . જે બાદ અમે ડેલ્ટા સહિત ગંભીર મ્યૂટેશનને શોધ્યો. આ ટેકનોલોજી સૌથી સરળ અને સહેલી છે. જે જિનોમ સિકવેસિંહને લઈને દેશમાં મોટું પરિવર્તન કરી શકે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટેકનોલોજીને ભારતમાં કેવી રીતે ઉપયોગમાં લેવી તે અંગે હજું સુધી કોઈ યોજના નથી બની પરંતુ જલ્દી આના પર કામ કરવામાં આવી શકે છે. કેમ કે આઈસીએસઆર સહિત અન્ય તમામ સંસ્થાનોની સાથે વિચાર - વિમર્શ ચાલી રહ્યો છે. આવનારા બે મહિનામાં મોટી જાહેરાતના સંકેત મળી રહ્યા છે.

(2:52 pm IST)