Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

જેફ બેજોસની નીતિઓથી કંટાળીને અંતે એમેઝોનના કર્મચારીઓએ મોરચો માંડયો

ન્યુયોર્ક : દુનિયાના સૌથી શ્રીમંત ગણાતા જેફ બેજોસની સામે તેમના જ એટલે કે એમેઝોનના કર્મચારીઓએ મોરચો માંડયો છે. કોરોના મહામારી દરમિયાન   જૈફ બેજોસે કંપનીના કર્મચારીઓને મળતા લાભો ઉપર કાપ મુકી દીધો. પરિણામ એ આવ્યુ કે છેલ્લા બે મહિનાથી બેજોસના ન્યુયોર્ક સ્થિત એપાર્ટમેન્ટની સામે કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં લાગી ગયા છે.

એટલુ જ નહીં દુનિયાભરમાં એમેઝોનના કર્મચારીઓ જેફ બેજોસની નીતિઓને વગોવવા મેદાનમાં ઉતરી આવ્યા છે. ક્રોધે ભરાયેલા કર્મચારીઓનું કહેવુ છે કે ઇ-કોમર્સની આટલી મોટી કંપની હોવા છતા તેમની સુરક્ષાની કોઇ ચિંતા કરાતી નથી. સામે મળતા લાભો પણ અટકાવી દેવામાં આવી રહ્યા છે.

(1:49 pm IST)