Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

૧૭મી સુધી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છતિસગઢ, ઓડિસ્સા અને ગુજરાતમાં વરસાદી એકટીવીટી

બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમ્સ હવાના હળવા દબાણમાં પરીવર્તીત

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમ્સ હવે હવાના હળવા દબાણમાં પરીવર્તીત બની છે. જેની અસરથી આગામી ૧૭મી સપ્ટેમ્બર સુધી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છતિસગઢ, ઓડિસ્સા અને ગુજરાતમાં વરસાદી એકટીવીટી જોવા મળશે.

ઉત્તર ભારતમાં વરસાદી એકટીવીટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ્સ બની છે. પરંતુ આ સિસ્ટમ્સની અસર ઉત્તર ભારતમાં જોવા મળશે નહિ. મુખ્યત્વે મધ્ય અને દક્ષિણના રાજયોમાં વરસાદી માહોલ જોવા મળશે.

આ સિસ્ટમ્સ આગામી ૨૪ કલાકમાં ઉત્તર ઓડીસ્સા, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડીસ્સા થઈ આગળ વધશે અને મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેની અસર બતાવશે. આગામી ચાર- પાંચ દિવસ વરસાદની સંભાવના છે. ૧૭મી સપ્ટેમ્બર સુધી આ સિસ્ટમ્સની અસર વર્તાશે. બાદ આ સિસ્ટમ્સ નબળી પડશે. આ દરમિયાન  બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ્સ બનશે.

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છતિસગઢ અને ઓડિસ્સા બાદ ગુજરાતમાં ધીમે- ધીમે વરસાદની એકટીવીટીમાં આગામી દિવસોમાં વધારો આવશે.

બંગાળની ખાડીમાં ઉદ્દભવેલ સિસ્ટમ્સ અને આગામી દિવસોમાં પણ એક નવી સિસ્ટમ્સ બની રહી હોય હવે ચોમાસાની વિદાય પાછી ઠેલાશે.

(11:37 am IST)