Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

બાળકીના ગળામાં દોઢ કલાક સુધી સાપ લપેટાયેલો રહ્યો

બાળકી ઘરમાં મીઠી નીંદર માણી રહી હતી : ગળામાં વીંટળાયેલા સાપની પૂંછડી બાળકીના શરીર નીચે ફસાતા તેણે ડંખ માર્યો, પરિવાર હોસ્પિટલ લઈ પહોંચ્યો

વર્ધા,તા.૧૨ : મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાથી એક રૃંવાડા ઊભી કરતી તસવીર સામે આવી છે. ઘરમાં મીઠી નીંદર માણી રહેલી એક બાળકીના ગળામાં સાપ વીંટળાઈ ગયો હતો. ખૂબ જ મુશ્કેલીથી સાપને બાળકીના ગળામાંથી હટાવવામાં આવ્યો હતો, પરંતુ જતા-જતા છેવટે સાપે બાળકીને ડંખ મારી દીધો. હાલ આ નાની બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકીના ઘરના સભ્યોનું કહેવું છે કે લગભગ દોઢ કલાક સુધી સાપ ગળામાં વીંટળાઈ રહ્યો હતો. બાદમાં બાળકીને બચાવવા માટે સાપ પકડનારની મદદ લેવામાં આવી હતી. આ ઘટના વર્ધાના સેલૂ તાલુકાની છે. ૬ વર્ષની બાળકી પૂર્વા પદ્માકર ગડકરી પોતાની માતા સાથે જમીન પર સૂઈ રહ્યા હતા. ત્યારે અડધી રાત્રે ત્યાં સાપ આવી ગયો. સાપને અચાનક જોઈને માતા તો ભાગી ગઈ, પરંતુ આ દરમિયાન સાપ બાળકીના ગળામાં લપેટાઈ ગયો. આગામી લગભગ દોઢ કલાક સુધી સાપ ગળામાં વીંટળાઈ ગયો. ઘરમાં હોબાળો મચી ગયો. ગામના અનેક લોકો ત્યાં પહોંચી ગયા. માતા અને ઘરના બાકી લોકોએ બાળકીને ચૂપચાપ સૂતા રહેવા માટે કહ્યું.

        જ્યાં સાપ હટવા લાગ્યો તો તેનો કેટલોક હિસ્સો બાળકની પીઠ નીચે દબાઈ ગયો હતો. સાપે તે જ સમયે બાળકીને ડંખ મારી દીધો. હાલ બાળકીની સારવાર કસ્તૂરબા હોસ્પિટલમાં ચાલી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બાળકી હાલ ખતરાથી બહાર છે. આ દરમિયાન ગામના લોકોએ સાપ પકડવારને ફોન કર્યો. પરંતુ ત્યાં સુધીમાં સાપ બાળકીને કરડી ચૂક્યો હતો. લોકો આ ઘટના બાદ ડરમાં છે. નોંધનીય છે કે, વર્ધા જિલ્લાના ગામોમાં ઘણી મોટી સંખ્યામાં સાપ જોવા મળ્યા છે. ખાસ કરીને વરસાદની સીઝનમાં આ સંખ્યા ઘણી વધુ હોય છે. આ વર્ષે મે મહિનામાં એક ઘરમાંથી ૯૮ સાપ નીકળ્યા હતા. પાણીના ડ્રમમાં અસંખ્ય સાપ છુપાયેલા હતા. એક સાથે આટલા બધા સાપ જોઈને મજૂરોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. ખૂબ જ મુશ્કેલી બાદ આ સાપોને ત્યાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

(7:26 pm IST)