Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આવશે અમદાવાદ : ભુપેન્દ્રભાઈ પટેલના શપથ ગ્રહણ સમારોહમાં રહેશે ઉપસ્થિત

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની બપોરે 2-20 વાગ્યે શપથવિધિ

અમદાવાદ : આવતી કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ફરીવાર અમદાવાદ આવશે, કાલે રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના શપથવિધિમાં ઉપસ્થિત રહેશે,

 વિજયભાઈ  રૂપાણીએ અચાનક જ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યાં બાદ સતત અનેક નામો સાથે નવા સીએમના ચહેરાની અટકળો સેવાઇ રહી હતી. આ બધા વચ્ચે આજે ધારાસભ્ય દળની બેઠક બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ  પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેઓ આવતીકાલે સોમવારે 13 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે.

(7:56 pm IST)