Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

૯ વર્ષનો આ રેપર ૩૭ અબજ રૂપિયાની સંપત્તિનો માલિક છે

ઇન્‍સ્‍ટાગ્રામ પર ૭.૫૩ લાખ ફોલોઅર્સ ધરાવતો ફલોરિડામાં જન્‍મેલો સુપર સિયાહ નિયમિત તેની વૈભવી જીવનશૈલી પ્રદર્શિત કરતો રહે છે

ન્‍યુયોર્ક,તા. ૧૨ : સુપર સિયાહના નામે ઓળખાતો ૯ વર્ષનો રેપર મસીહા બેન્‍ટલી હજારો પાઉન્‍ડના મૂલ્‍યની વસ્‍તુઓનું દાન કરી, બેન્‍કમાં લાખો પાઉન્‍ડનું રોકાણ કરી અને યોટ્‍સ પર આરામ ફરમાવી એક સુપરસ્‍ટાર જેવું જીવન જીવી રહ્યો છે. ૨૦૧૭માં પોતાની રેપ તરીકેની કારકિર્દી શરૂ કર્યા બાદ તે સ્‍કૂલમાં એકદમ શાંત અને સૌમ્‍ય બાળક તરીકેની છાપ ધરાવે છે. સંગીતક્ષેત્રે કારકિર્દી બનાવતાં પહેલાં તેણે યુટ્‍યુબ પર પોતાની ક્‍લિપ્‍સ દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. પોતાના પેરન્‍ટ્‍સ અને ભાઈ-બહેન સાથે પ્રેન્‍ક કરતો વિડિયો તે યુટ્‍યુબ પર શેર કરતો હતો. ત્‍યાર બાદ તેણે મ્‍યુઝિક વર્લ્‍ડમાં પોતાની કારકિર્દી બનાવી લગભગ ૩૭ અબજ રૂપિયાની સંપત્તિ ઊભી કરી છે.

ઇન્‍સ્‍ટાગ્રામ પર ૭.૫૩ લાખ ફોલોઅર્સ ધરાવતો ફલોરિડામાં જન્‍મેલો સુપર સિયાહ નિયમિત તેની વૈભવી જીવનશૈલી પ્રદર્શિત કરતો રહે છે. નવરાશની પળોમાં તે પોતાના મિની ઇલેક્‍ટ્રિક સુપરકાર્સના કાફલા સાથે સમય પસાર કરતો હોય છે.

જોકે મોટા ભાગના રેપ સ્‍ટાર્સની જેમ જ સુપર સિયાહની સફળતા તેના પ્રખ્‍યાત પરિવારની આસપાસના વિવાદને કારણે કંઈક અંશે ધૂંધળી હતી. સુપર સિયાહનાં માતા-પિતા ઇવેની અને બિલી બેન્‍ટલી ૨૦૧૯માં સરકારી ભંડોળની ચોરી અને ઓળખની ચોરીના ષડ્‍યંત્રના આરોપ માટે દોષી ઠર્યાં હતાં.

(1:43 pm IST)