Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

કોરોનાના ૫૨૨૧ નવા કેસઃ ૧૫નાં મોત

દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૫,૦૦,૫૮૦ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્‍યા છે

નવી દિલ્‍હી, તા.૧૨: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૨૨૧ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૧૫.૨૬ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્‍યા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૫,૦૦,૫૮૦ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્‍યા છે.

દેશમાં અત્‍યાર સુધી ૫,૨૮,૧૬૫ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૩૯,૨૫,૨૩૯  લોકો માત આપી ચૂક્‍યા છે. પાછલા ૨૪ કલાકમાં ૫૯૭૫ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૪૭,૧૭૬એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્‍યતા ૦.૧૧ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૧ ટકાએ છે, જયારે મૃત્‍યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી. કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧,૮૪,૯૬૫ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૮૮.૯૫ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૦૫ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૨.૫૫ ટકા છે.

દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૧૫,૨૬,૧૩,૦૪૯  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૩૦,૭૬,૩૦૫  લોકોને રસી આપવામાં આવી હતી.

(3:44 pm IST)