Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

89 વર્ષની ઉંમરે પણ સેક્સની સતત ભૂખ : 87 વર્ષીય બીમાર પત્ની પાસે વારંવાર સેક્સની માંગણી કરતા પતિથી તંગ આવી ગયેલી પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી : મહિલાઓની મદદ માટે બનાવવામાં આવેલી હેલ્પલાઈન 181 અભ્યમ પર ફોન કરી વૃદ્ધાએ મદદ માંગી : પુત્રવધૂ અને પુત્રની મદદ વિના ચાલી પણ નહીં શકતી મહિલાની મજબૂરી

વડોદરા : ગુજરાતના વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 87 વર્ષીય મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. વૃદ્ધાનું કહેવું છે કે તે તેના પતિની સેક્સ ડિમાન્ડથી નારાજ છે. 89 વર્ષીય પતિ વારંવાર સંબંધ બાંધવા માંગે છે તેથી કંટાળીને મહિલાએ પોલીસ બોલાવી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર, અભ્યમ અધિકારીએ કહ્યું, "89 વર્ષીય પતિ સેક્સની વારંવાર માંગ કરે છે, તેની પત્ની કે જે બીમાર છે અને તેની માંગ પૂરી કરી શકતી નથી. પરંતુ તે તેના માટે સતત દબાણ કરે છે.

અધિકારીએ એમ પણ જણાવ્યું કે બંને વચ્ચે સારા સંબંધો હતા, પરંતુ બીમાર પડ્યા પછી મહિલા પથારીમાં જ રહે છે. વૃદ્ધ મહિલા હવે પુત્રવધૂ અને પુત્રની મદદ વિના ચાલી પણ શકતી નથી. અભ્યમ અધિકારીએ કહ્યું કે પતિ પત્નીની સ્થિતિથી વાકેફ હતો, પરંતુ તેમ છતાં સેક્સની માંગણી કરતો હતો. જ્યારે તે ના પાડતી ત્યારે તે બૂમો પાડતો હતો અને મારપીટ કરતો હતો. વૃદ્ધ માણસ એટલા જોરથી રાડો પાડતો કે પડોશીઓને પણ ખબર પડી જતી હતી.

પરેશાન વૃદ્ધ મહિલાએ પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું અને હેલ્પલાઈન પર ફોન કરીને પોતાની આપવીતી જણાવી. અભ્યમની એક ટીમ તેમના ઘરે પહોંચી અને વૃદ્ધને સમજાવવાનો પ્રયાસ કર્યો. અધિકારીઓએ વૃદ્ધ વ્યક્તિને યોગા કરવા અને વરિષ્ઠ નાગરિકોની ક્લબમાં જોડાવાની સલાહ આપી જેથી તે સેક્સમાંથી પોતાનું ધ્યાન હટાવી શકે. પરિવારના સભ્યોને કહ્યું કે વૃદ્ધને ડૉક્ટર પાસે પણ લઈ જાઓ.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:01 pm IST)