Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ટાટા ગ્રૂપનો બિસલરીમાં હિસ્સો ખરીદવાનો પ્રસ્તાવ

ટાટા ગ્રૂપ વિસ્તરણ અને વૃદ્ધિની તકો શોધી રહ્યું છે : ટાટા ગ્રૂપને એન્ટ્રી- લેવલ, મિડ સેગમેન્ટ અને પ્રીમિયમ પેકેજ્ડ ડ્રિકિંગ વોટર કેટેગરીમાં વિસ્તરણમાં મદદ મળશે

મુંબઇ, તા.૧૨ : ટાટા ગ્રૂપ પણ એફએમસીજી બિઝનેસમાં આક્રમક વિસ્તરણ અને વૃદ્ધિની તકો શોધી રહ્યુ છે. જેની માટે ટાટા ગ્રૂપે ડ્રિકિંગ વોટર ઇન્ડસ્ટ્રીઝની સૌથી મોટી કંપની બિસલરી ઇન્ટરનેશનલમાં હિસ્સો ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે એવુ એક મીડિયા અહેવાલમાં જાણવા મળ્યુ છે. મીડિયા અહેવાલ અનુસાર ટાટા ગ્રૂપ પેકેજ્ડ ડ્રિકિંગ વોટર બિઝનેસને લઇને ઘણુ ઉત્સાહિત છે અને કંપનીમાં હિસ્સો ખરીદવા માટે બિસલરી સામે પ્રસ્તાવ મૂક્યો છે. આ સોદો ટાટા ગ્રૂપને એન્ટ્રી- લેવલ, મિડ સેગમેન્ટ અને પ્રીમિયમ પેકેજ્ડ ડ્રિકિંગ વોટર કેટેગરીમાં વ્યાપક સ્તરે વિસ્તરણ કરવામાં મદદ કરશે. ઉપરાંત આ બિઝનેસમાં એન્ટ્રી કરવાથી ટાટાને રિટેલ સ્ટોર્સ, કેમિકસ્ટ ચેનલ્સ, ઇન્સ્ટિટ્યૂશનલ ચેનલ્સ, હોટેલ સહિત રેડી ગો-ટુ- માર્કેટ નેટવર્ક વધશે. રેસ્ટોરાં અને એરપોર્ટ્સ ઉપરાંત બલ્ક વોટર ડિલિવરીમાં બિસલરી મિનરલ વોટર અગ્રણી કંપની છે.

બિસ્લેરી પાસે ૧૫૦ થી વધુ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે અને સમગ્ર ભારતભરમાં ૫,૦૦૦ ટ્રક સાથે ૪,૦૦૦ થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સનું નેટવર્ક ધરાવે છે.

(7:37 pm IST)