Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

દિલ્હીમાં આવેલા કાલિકાજી મંદિરની જગ્યામાં ગેરકાયદે દુકાનોનો વિવાદ : દુકાનોના બાંધકામનું ડિમોલિશન કરવાના હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર : નામદાર કોર્ટે તપાસ માટે 3 જજની પેનલની નિમણુંક કરી

ન્યુદિલ્હી : દિલ્હીમાં આવેલા કાલિકાજી મંદિરની જગ્યામાં ગેરકાયદે દુકાનોનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. દિલ્હી હાઇકોર્ટે આ દુકાનોનું ડિમોલિશન કરવાનો આદેશ આપ્યો હતો.જેને મંદિરની જગ્યામાં દુકાનો ધરાવતા વેપારીઓના સંગઠને પડકાર્યો છે. અને દિલ્હી હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

સુપ્રીમ કોર્ટે આ મામલે તપાસ કરવા માટે 3 જજની પેનલની નિમણુંક કરી છે. મંદિર પરિસરમાં આવેલી દુકાનોને કારણે ભક્તોને મંદિરમાં દર્શન કરવા જવામાં અડચણ ઉભી થાય છે.તેમજ જગ્યાની સાફસૂફી કે સ્વચ્છતા પણ જળવાતી નથી.દુકાનદારો પાસે દુકાનના કબ્જા માટેનો કોઈ આધાર નથી.
આથી દિલ્હી હાઇકોર્ટે આપેલા ડિમોલિશનના આદેશને વેપારી સંગઠને સુપ્રીમ કોર્ટમાં પડકારતા તપાસ માટે 3 જજની પેનલની નિમણુંક કરવામાં એ હોવાનું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(11:39 am IST)