Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અમેરિકામાં ભારતીયોનો દબદબો : પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનની ' એજન્સી રીવ્યુ ટિમ ' માં 20 ઉપરાંત ભારતીયોને સ્થાન : સરકારની જુદી જુદી સલાહકાર કમિટીઓમાં માર્ગદર્શન આપશે

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બીડને  ' એજન્સી રીવ્યુ ટિમ ' બનાવી છે.જેમાં 20 ઉપરાંત ભારતીયોને સ્થાન અપાયું છે.જેઓ ઉર્જા વિભાગ ,આરોગ્ય વિભાગ ,વિદેશ વિભાગ ,સુરક્ષા વિભાગ સહિતની ટીમોના માધ્યમ દ્વારા સરકારને સલાહ સૂચન કરશે .
ટીમમાં સમાવિષ્ટ ભારતીયોમાં શ્રી અરુણ મજુમદાર ,શ્રી રાહુલ ગુપ્તા ,શ્રી કિરણ આહુજા ,શ્રી પુનિત તલવાર ,શ્રી પાવ સિંહ ,શ્રી અરુણ વેંકટરામન ,શ્રી પ્રવીણ રાઘવન ,શ્રી આત્મન ત્રિવેદી ,સુશ્રી શીતલ  શાહ ,શ્રી આર.રમેશ ,શ્રી રામ જાકીર , શ્રી રામનાથન ,શ્રી રાજ ડે ,સુશ્રી સીમા નંદા સહિતનાઓનો જુદી જુદી કમિટીઓમાં સમાવેશ કરાયો છે.
ઉપરાંત અન્યકોમ્યુનિટી  અગ્રણીઓમાં દિવ્યાંગો ,મહિલાઓ ,એલજીબીટી ,પ્રતિનિધઓ સહિતનાઓને  સ્થાન અપાયું હોવાનું જાણવા મળે છે.

(1:17 pm IST)