Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રાજસ્થાનમાં ગુર્જર આંદોલન સમેટાયું :કુલ આઠ માંગને લઈને ગેહલોત સરકાર સાથે સંમતિ સધાઈ

સબ કમેટી અને ગુર્જર સંઘર્ષ સમિતિ વચ્ચે વાટાઘાટો સફળ : નવી અનુસૂચીમાં સામેલ કરવા માટે ગેહલોત સરકાર કેન્દ્રને પત્ર લખશે

 

જયપુર : રાજસ્થાનમાં ચાલતા ગુર્જર આંદોલન સમેટાઇ થઇ ગયુ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કર્નલ કિરોડી સિંહ બેન્સલા વચ્ચે અનામત આંદલનની માંગને લઇને સંમતિ થઇ ગઇ છે. અશોક ગેહલોત અને કર્નલ કિરોડી સિંહ બેન્સલા વચ્ચે બુધવારે થયેલી વાર્તાલાપમાં સંમતી થઇ છે. બેઠક જયપુર સ્થિત મુખ્યમંત્રી નિવાસ સ્થાને થઇ હતી .

સબ કમેટી અને ગુર્જર સંઘર્ષ સમિતિ વચ્ચે વાર્તામાં સંમતિ થઇ છે. કુલ આઠ વાતો પર સંમતિ થઇ છે. બુધવારે ગુર્જર સમાજનો પ્રતિનિધિમંડળ જયપુર પહોંચ્યો  હતો  રાજ્ય સરકારે સંમતી પત્ર પણ તૈયાર કર્યું હતુ. પાંચ માંગો પર ગુર્જર સમાજે સંમતી આપી. માર્યા ગયેલા 3 આંદોલનકારીના પરિવારજનોને સરકારી નોકરી મળશે. આંદોલનકારીઓ પર થયેલા કેસ સરકાર પરત ખેંચશે, નવી અનુસૂચીમાં સામેલ કરવા માટે ગેહલોત સરકાર કેન્દ્રને પત્ર લખશે.

ઉપરાંત દેવનારાયણ યોજનાને અમલમાં મૂકવા સંમતિ સધાઇ હતી. એમબીસી કેટેગરીના 1252 ઉમેદવારોને નિયમિત વેતન શ્રેણીની સમાન તમામ લાભો આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ગુર્જર સમુદાયનું આંદોલન છેલ્લા ઘણા દિવસોથી સતત ચાલુ હતું.

અગાઉ ગુર્જર નેતાઓ રેલ્વેના પાટા ઉપર ઉતરી ગયા હતા. તેમણે સરકારને ચેતવણી આપી હતી. તેમણે રાજસ્થાનમાં રેલવેથી લઇ રસ્તા સુધી દરેક જગ્યાએ પ્રદર્શન કરવાની ચેતવણી આપી હતી.

કર્નલ બેન્સલાએ જણાવ્યું હતું કે સરકાર અમને આંદોલન કરવા મજબૂર કરી રહી છે. અમારી 6 માંગ છે, જો સરકાર તેના પર સંમત થાય છે તો અમે આંદોલન નહીં કરીએ. તેમણે જણાવ્યું હતું કે સરકારની દ્વિનીતિને કારણે લગભગ 35 હજાર ગુર્જરને નોકરી નથી મળી રહી

(12:16 am IST)