Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ઇકવીટી અને ડેટ અસ્કયામતો બંને હોવી જરૂરીઃ સંજય ઠાકર

મુંબઇ, તા.૧૨: કોરોના વાયરસ? મંદી? અસ્થિરતા? માનવીનું દિમાગ ખાસ કરીને જયારે રોકાણની વાત એટલે  દહેશત સામે પ્રતિભાવ દર્શાવે તે રીતે બનાવવામાં આવ્યુ છે. પરિણામે, બજારામાં ઘટાડો હોય ત્યારે મોટા ભાગના લોકો રોકાણ વધારવાને બદલે બજારથી દૂર રહેવાનું પસંદ કરે છે. એટલું જ નહી ખરાબ પરિસ્થિતિ ત્યારે થાય છે ત્યારે તેમના રોકાણો પર બાકી રહેલા નાણાંને બચાવવાની આશામાં રોકાણો પરત ખેંચવાનો અંત લાવે છે. આ વર્તણૂંકને ખાળવી અત્યંત મુશ્કેલ છે. લાંબા ગાળાના એક સફળ રોકાણકાર બનવા માટે સાયકલીકલને નાથવી આવશ્યક છે – આ એક એવી જાળ છે જેની મનમાં છાપ પાડવી એટલી સરળ નથી.

ખાસ કરીને લાંબા ગાળાના નાણાંકીય લક્ષ્યાંકોના સંદર્ભમાં જયારે રોકાણના નિર્ણયો લેવાની દ્યડી આવે છે ત્યારે અસ્કયામતોની ફાળવણીનું યોગ્ય મિશ્રણ હાંસલ કરવું અગત્યનુ છે. એક પ્રચલિત નિયમ તરીકે એ યાદ રાખવું જરૂરી છે કે જે તે વ્યકિત પાસે પોતાના પોર્ટફોલિયોમાં કિવટી અને ડેટ અસ્કયામતો એમ બન્ને હોવી જોઇએ.

ડાયનેમિક અસ્કયામત ફાળવણી ફંડ એક આશિર્વાદ છે કેમ કે આવા ફંડ્ઝની બજારની પરિસ્થિતિને આધારે યોગ્ય અસ્કયામત ફાળવણી વ્યૂહરચનાની સંભાળ લેવા માટે માળખાગત રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હોય છે. વધુ અગત્યનું એ છે કે રોકાણ પ્રક્રિયા સાથે સંકળાયેલ લાગણીના બોજને હળવો કરવામાં મદદ કરે છે. સેબીએ પણ આ કેટેગરીને સ્કીમરિ-કેટગરાઇઝેશનની કવાયત તરીકે ઓળખી કાઢી છે. તેમજ આ પ્રકારના ફંડોની સુસંગતતા પ્રવર્તમાન બજાર પર્યાવરણમાં વધુ પ્રચલિત છે અને જે રોકાણકારો ગમે તે રકમનું રોકાણ કરવા માગતા હોય તેઓ આ પ્રકારના ફંડમાં રોકાણ કરવાનું વિચારી શકે છે.

બેલેન્સ્ડ એડવાન્ટેજ કેટેગરીમાં રોકાણ કરીને જે તે વ્યકિત જે તે અસ્કયામત વર્ગોની સંબધિત આકર્ષકતાને આધારે પોતે રોકેલા નાણાં સમગ્ર ડેટ (ઋણ) સાધનો અને ઇકિવટીમાં રોકાશે તેની ખાતરી રાખી શકે છે. તેથી ઇકિવટી માર્કેટ્સ સંબંધિત રીતે ઓછા ખર્ચાળ હોય, ત્યારે અસ્કયામત વર્ગોમાં રોકાણ વધે છે અને જયારે બજાર ઊંચા હોય ત્યારે તે નફો બુક કરવાનું વિચારે છે અને દ્યટાડાતરફી જોખમને ખાળવા માટે ઋણ પોર્ટપોલિયોમાં રોકાણ કરે છે. આવી રીતે તેઓ નીચામાં ખરીદી અને ઊંચામાં વેચવાની વ્યૂહરચના અખત્યાર કરે છે.

(10:40 am IST)