Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

આવી ગયો પ્લાઝમા જેટ

૩૦ સેકન્ડમાં મારી નાખશે કોરોના વાયરસને

નવી દિલ્હી, તા.૧૨: કોરોના સંક્રમણથી જયારે આખી દુનિયા લડી રહી છે ત્યારે વેકસીન બનાવવા માટે વૈજ્ઞાનિકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ સમયે એક શોધથી જાણવા મળ્યું છે કે પ્લાઝમા જેટ સ્પે ફકત ૩૦ સેંકડથી પણ ઓછા સમયમાં કોરોના વાયરસને મારી શકે છે.

શોધકર્તાઓએ એક થ્રી ડી પ્રિંટરથી પ્રેશર પ્લાઝમા જેટનું સ્પ્રે બનાવ્યું છે. તેનો ઉપયોગ સફળ રહ્યો છે. આ શોધ પછી એક આશા જાગી છે કે જેટ પ્લાઝમા કોરોનાની વિરુદ્ઘની લડાઈમાં મહત્વની ભૂમિકા નીભાવી શકે છે.

અમેરિકાના લોસ એન્જેલિસમાં એક યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કરાયેલા સંશોધનમાં ખ્યાલ આવ્યો છે કે પ્લાઝમા જેટ ધાતુ, ચામડા અને પ્લાસ્ટિક પરના કોરોના વાયરસને ૩૦ સેકંડથી પણ ઓછા સમયમાં મારી શકે છે. આ શોધને કોરોનાની લડાઈમાં મોટી સફળતા ગણવામાં આવી રહી છે.

આ સ્પ્રેને જયારે પ્લાસ્ટિક, ધાતુ, કાર્ડ બોર્ડ કે લેધર પર પ્રયોગ કરવામાં આવે છે તો પરિણામ એવું આવ્યું કે આ જગ્યાના કોરોના વાયરસને ફકત ૩ મિનિટમાં ખતમ કરાયા હતા. જયારે કેટલાક વાયરસને મૃત્યુ પામવામાં ૩૦ સેકંડથી પણ ઓછો સમય લાગ્યો હતો.

જયારે આ સ્પ્રેને મોઢા પર ઉપયોગમાં લેવાનારા માસ્ક પર પ્રયોગ કરાયો તો આ એકસરખી રીતે કામ કરનારું જોવા મળ્યું હતું. શોધમાં કહેવાયું કે પ્લાઝમા જેટ ચાર મહત્વની અવસ્થામાંની એક છે. સ્થિર ગેસને ગરમ કરીને કે ઈલેકટ્રોમેગ્નેટિક ફીલ્ડના સંપર્કમાં લાવીને તેને બનાવી શકાય છે.

જૂન મહિનામાં કરાયેલા  આ સંશોધનમાં કહેવાયું છે કે આ સ્પ્રેનો પ્રયોગ ધાતુ, ચામડા અને પ્લાસ્ટિક પર કરવામાં આવ્યો છે. આ શોધમાં કોલ્ડ પ્લાઝમાએ પણ ૩૦ સેકંડથી ઓછા સમયમાં કોરોના વાયરસને ખતમ કર્યો હતો.

(10:44 am IST)