Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ભાજપના કિરિટ સોમૈયાનો દાવો

અર્નબના ફરિયાદી અને ઉધ્ધવની પત્ની વચ્ચે કરોડોની જમીનનો સોદો

મુંબઈ,તા.૧૨ : રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડને મામલે રાજયમાં રાજકારણ રમાઈ રહ્યું છે. અર્ણબના છુટકારા માટે ભાજપ નેતા આક્રમક બન્યા છે ત્યારે ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ ઉદ્ઘવ ઠાકરે અને તેમની પત્ની રશ્મી ઠાકરે પર આક્ષેપો કર્યા હતા.

 

 રાયગડના રેવદંડા નજીકના કોર્લઈ કિલ્લા ખાતે રશ્મી ઠાકરે અને મનીષા વાયકરે નાઈક કુટુંબ પાસેથી જમીન ખરીદી હતી. આ વ્યવહાર ઉદ્ઘવ ઠાકરેએ શા માટે જાહેર ન કર્યો, એવો સવાલ તેમણે કર્યો હતો.

મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરેની પત્ની અને મનીષા રવીન્દ્ર વાયકરે અન્વય નાઈક અને અક્ષતા નાઈક પાસેથી જમીન ખરીદી હતી. ૨૧ માર્ચ, ૨૦૧૪ના રોજ ઠાકરે પરિવાર દ્વારા નાઈક કુટુંબને ૨.૨૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, એવો દાવો પણ સોમૈયાએ કર્યો હતો. વધુમાં આ વ્યવહારમાંનો સાતબારા સંયુકત છે. ઠાકરે અને વાયકર બન્નેએ મળીને આ વ્યવહાર શા માટે કર્યો, એવો પ્રશ્ર્ન તેમણે કર્યો હતો.

 આ જમીન પ્રકરણે તપાસ કરવામાં આવે, એવી માગણી કિરીટ સોમૈયાએ કરી હતી. અર્નબ પ્રકરણમાં આટલી તત્પરતા દેખાડવા પાછળનું કારણ સામે આવવું જોઈએ, એમ તેમનું કહેવું છે.

(11:24 am IST)