Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અમેરિકાના કાર્યવાહક રક્ષા મંત્રીના ચીફ ઓફ સ્ટાફ બનતા કશ્યપ પટેલ

યુએસમાં ભારતીય મુળના લોકો ઉપર ભરોસો વધ્યો : બીડનની રિવ્યુ ટીમમાં ર૦ થી વધુ ભારતીયોનો સમાવેશ

વોશીંગ્ટન તા. ૧ર : ભારતીય -અમેરિકી કશ્યપ પટેલને અમેરિકાના કાર્યવાહક રક્ષામંત્રી ક્રિસ મિલરના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુકત કરાયા છે. પેન્ટાગોને પટેલની નિયુકતી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા માર્ક એસ્પરને હટાવાયા બાદ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી કેન્દ્રના ડાયરેકટર ક્રિસને કાર્યવાહક રક્ષામંત્રી બનાવાયાના એક દિવસ બાદ કરી છે.

કશ્યપ પ્રમોદ પટેલ કશ પટેલના નામે જાણીતા છે ૩૯ વર્ષીય પટેલને ર૦૧૯માં વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના આતંક નિરોધક નિર્દેશાલયના વરિષ્ઠ ડાયરેકટર નિયુકત કરાયેલ ન્યુયોર્કમાં જન્મેલ કશ્યપનું મુળ ગુજરાત છે. જો કે તેના માતા-પિતા પૂર્વી આફ્રિકાના છે માતા તાન્ઝાનીયા અને પિતા યુગાન્ડાથી છે.

જો બીડને પોતાની એજન્સી રીવ્યુ ટીમમાં ર૦ થી વધુ ભારતીયોને સામેલ કર્યા છે જેમાં અરૂણ મઝમુદાર એઆરટીને લીડ કરેછ ે. રાહુલ ગુપ્તા ઓફીસ ઓફ નેશનલ ડ્રગ કન્ટ્રોલ પોલીસી ટીમ લીડ છે કિરણ આહુજા ઓફીસ લીડર અને પર્સનલ મેનેજમેન્ટનું નેતૃત્વ કરશે.

(11:26 am IST)