Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

૧ જૂનથી ગૂગલમાં નહીં મળે અનલિમિટેડ ફ્રી સ્ટોરેજ : બેકઅપ માટે ટુલ લોંચ કરશે

નવી દિલ્હી, તા. ૧૩ : ગુગલે પોતાના ફોટો એપમાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ નવા ફેરફારથી ગૂગલ ફોટોઝને નિરાશા મળશે. ૧ જૂન ૨૦૨૧થી ગૂગલ ફોટોઝ હાઈ કવોલિટી ફોટોઝ માટે ફ્રી સ્ટોરેજ સપોર્ટ નહીં કરે. એટલે કે ૧ જૂનથી એકમાં બેક અપ થનારા ફોટો અને વીડિયોને ગૂગલ અકાઉન્ટની સાથે આવનારા ફ્રી ૧૫ જીબી સ્ટોરેજમાં એડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગૂગલ કંપ્રેસ્ડ પરંતુ હાઈ કવોલિટી ફોટોઝ માટે અનલિમિટેડ સ્ટોરેજ ઓફર કરે છે. ગૂગલનું કહેવું છે કે અત્યાર સુધીમાં ગૂગલ ફોટોઝમાં ૪ ટ્રિલિયનથી વધારે ફોટો સ્ટોર થઈ ચૂકયા છે.  દર અઠવાડિયે એપમાં ૨૮ બિલિયન નવા ફોટો અને વીડિયો અપલોડ કરવામાં આવે છે.

ગૂગલ ફોટોઝના વાઈસ પ્રેસિડેન્ટ Shimrit Ben-Yair એ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે તમારામાંથી મોટા ભાગના લોકો પોતાના યાદો સ્ટોર કરવા માટે ગૂગલ ફોટો પર નિર્ભર છે. એ જરુરી છે કે આ ન ફકત સારી પ્રોડકટ છે પરંતુ લાંબા સમય સુધી આપણી જરુરિયાતોને પણ પુરી કરે છે.

ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે નવા ફેરફાર ૧, જૂન ૨૦૨૧થી અપલોડ થનારા ફોટો અને વીડિયો માટે રહેશે. હાલમાં તમે ગૂગલ ફોટોઝ પર પોતાના તમામ ફોટો અને વીડિયોનું બેક અપ લઈ શકો છો. અને વર્ષના અંત સુધી તમામને ફ્રીમાં અપલોડ કરી શકશો. ૧ જૂન ૨૦૨૦ ની ડેડલાઈન બાદ ગૂગલ પિકસલ યુઝર્સને આની કોઈ અસર નહીં પડે. ઉલ્લેખનીય છે કે ગૂગલના ફ્રી ૧૫ જીબી સ્ટોરેજ જીમેલ, ડ્રાઈવ અને ફોટોઝ તમામ માટે છે. એટલે કે હજું તમારી પાસે ફોટો અને વીડિયોના બેકઅપ લેવા માટે ૬ મહિનાનો સમય બચ્યો છે. ગૂગલની પાસે એક એવુ ટુલ પણ છે જેનાથી તમે જાણી શકશો કે તમારું ૧૫ જીબી સ્ટોરેઝ કયાં સુધી ચાલશે. જે યુઝર્સને ૧૫ જીબીથી વધારે સ્ટોરેજની જરુર છે તે ગૂગલ વન પેડ સબ્સક્રિપ્શન લઈ શકે છે. ગૂગલ આવતા વર્ષે એક નવું ટૂલ લોન્ચ કરશે જેથી યુઝર્સને ફોટો અને વીડિયોનું બેકઅપ સરળતાથી થઈ શકશે.

(2:45 pm IST)